તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઈબર ક્રાઇમ:ઈન્સ્ટાગ્રામમાં જૂનાગઢના યુવાનને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીને એક મહિલાએ 50 હજારની છેતરપિંડી કરી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લંડનથી મોકલાવેલું પાર્સલ છોડાવવા માટે મહિલાએ કહેતા જૂનાગઢના યુવકએ 50 હજાર ભર્યા હતા

જૂનાગઢમાં મેડીકલ સ્ટોર ધરાવતા એક યુવકને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીને એક મહિલાએ લંડનથી મિલકતના કાગળોનું પાર્સલ મોકલાવેલ હતું. તે પાર્સલ છોડાવવાના બહાને 50 હજાર રૂપિયા પડાવી લીધાની ફરિયાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢમાં વાડલા ફાટક પાસે ગાર્ડન સીટીમાં રહેતા અને વણઝારી ચોકમાં ગાયત્રી મેડીકલ સ્ટોર ધરાવતા નિશીથ શશીવદન જોશીને ગત તા.30 ના રોજ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક મહિલાએ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલેલ જે એક્સેપ્ટ કરી હતી. બાદમાં બંન્ને વચ્ચે વોટ્સઅપના માધ્યમથી વાતચીત શરૂ થઈ હતી.

જેમાં પોતે માર્ચેન્ટ પેન્ડટન હોવાનું જણાવીને મહિલાએ કહ્યું કે, તેને લંડનમાં જવેલરી સ્ટોર છે અને સંતાનમાં એક દીકરો છે તેના પતિનું ત્રણ વર્ષ પહેલા અકસ્માતમાં અવસાન થયું છે. હવે તેના પતિના સગાઓ તેની મિલકત પચાવી પાડવા માંગે છે. જેથી મિલકતના કાગળો તે ઇન્ડિયા પાર્સલ કરે છે તેને છોડાવીને તેની પાસે રાખવા અને જયારે તેણી ઇન્ડિયા આવશે ત્યારે લઈ જશે તેવી વાતચીત કરીને નિશીથને ભોળવી લીધો હતો.

બાદમાં એક્સપ્રેસ કુરિયર નામના ઈમેઈલ આઈડીમાંથી નિશીથને મેલ આવેલ અને પાર્સલ છોડાવવાના બદલામાં રૂ.50 હજાર રૂપિયા કેનેરા બેંકમાં કોઈ પ્રહલાદ જોશીના એકાઉન્ટમાં જમા કરાવવાનું કહેતા નિશીથએ તે એકાઉન્ટમાં 50 હજારની રકમ જમા કરાવેલ પરંતુ પૈસા જમા કરાવ્યા બાદ પણ કેટલાયે દિવસો સુધી પાર્સલ આવેલ નહીં અને બાદમાં તે તમામ ફોન નંબર કે વોટ્સઅપમાંથી કોઈ જવાબ ન મળતા તેની સાથે છેતરપીંડી થયાનું માલુમ પડતા નિશીથએ અંતે જૂનાગઢ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...