દ્વિતીય સત્ર શરૂ:આજે જિલ્લાના 750થી વધુ આચાર્યોનો વેબીનાર યોજાશે

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજથી ધોરણ 6થી 12ની સ્કૂલોમાં દ્વિતીય સત્ર શરૂ
  • વિદ્યાર્થીઓ અને અભ્યાસને લગતી બાબતોની થશે ચર્ચા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવાર 22 નવેમ્બરથી ધોરણ 6 થી 12ના દ્વિતીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે શૈક્ષણિક સત્રના પ્રારંભે જ વેબીનાર યોજવામાં આવશે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સોમવારે બપોરના 2 વાગ્યે યોજાનાર આ વેબીનારમાં જિલ્લાના 750થી વધુ આચાર્યો જોડાશે. ખાસ કરીને સત્રના પ્રારંભે વેબીનારનો આ પ્રયોગ રાજ્યમાં પ્રથમ વખત થઇ રહ્યો છે.

આ વેબીનારમાં શૈક્ષણિક સત્રના સુચારૂ સંચાલન માટે નવા શૈક્ષણિક સત્રનું આયોજન,કોવિડ ગાઇડ લાઇનનું પાલન,નિષ્ઠા તાલીમ 2.0, સ્કૂલ ઓફ એકસેલન્સ અને આધાર ડાયસ અપડેશન, ઓનલાઇન હાજરી,ફાયર એનઓસી, જીઆઇઇટીના શૈક્ષણિક વિડીયો,એમવાયએસવાય શિષ્યવૃત્તિ, વિદ્યાર્થીઓના બેન્કખાતા, આધારકાર્ડ, આધારકાર્ડ અપડેશન, આગામી પરિક્ષાનું આયોજન, વિદ્યાર્થીઓની જ્ઞાતિ, નામ, અટકમાં સુધારા, આરોગ્ય તપાસણી, વાર્ષિક નિરીક્ષણ વગેરે બાબતોની ચર્ચા કરાશે. આ તકે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના ડી. એસ. પટેલ, એ.જે. શાહ, એચ. એન.ચાવડા વગેરે પણ વેબીનારમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...