જૂનાગઢની કન્યા શાળા નંબર 4 ના વિદ્યાર્થિઓએ પ્રકૃતિને સાચવવા અનોખી પહેલ શરૂ કરી છે. શાળામાં અભ્યાસ કરતા 485 વિદ્યાર્થીઓના ઘરમાં કોઈપણ કચરો જ્યાં ત્યાં ફેકાય નહીં તે માટે શાળાએ એક પહેલ શરૂ કરી છે. ઘરમાં રહેલી પસ્તીને વિધ્યાર્થીઓ શાળામાં લઈ જાય છે. શાળાના દરેક વર્ગખંડમાં એક બોક્સ રાખવામાં આવે છે અને પ્લાસ્ટિક તથા પૂઠા, કે નોટબુકના પેઝ સહિતની દરેક પસ્તી બોક્સમાં મૂકી અને પ્રકૃતિને બચાવ તરફ એક ડગલું ભરવામાં આવ્યું છે.
માત્ર ભણતર જ નહીં પરંતુ જીવનનું એવું ગણતર જે લોક જીવનમાં ઉપયોગી બને અને જેનાથી લોકોને ઉપયોગી પ્રેરણ મળે આવા જ વિચારોથી જૂનાગઢની એક કન્યા શાળામાં આચાર્ય તથા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ બચાવવા માટે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્કૂલના દરેક વિદ્યાર્થીના ઘરે કોઈપણ પ્રકારનો નકામો કચરો ફેંકવામાં આવતો નથી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા તરફ આજે દરેક વિદ્યાર્થીઓને શીખ આપવામાં આવી રહી છે.
શાળામાં 5 વિદ્યાર્થીઓની કમિટી બનાવાઇ
શાળાના 5 વિદ્યાર્થીઓની કમિટી બનાવવામાં આવી છે. જે અંતર્ગત દરેક ક્લાસમાં પસ્તીદાન માટે બોક્સ મુકવામાં આવે છે, જેના 5 વિભાગ પણ આપવામાં આવ્યાં છે, જેમાં કરચલીવાળા કાગળ, નકામા રફ ચોપડા, છાપા-પસ્તી, નાસ્તાની કોથળીઓ, પૂંઠાનો સમાવેશ થાય છે.
શિક્ષકોએ પસ્તીદાન પ્રોજેક્ટ શરૂ કર્યો
કન્યા શાળા નંબર 4માં શિક્ષક તરીકે ફરજ બજાવતા મયુર કુમાર કવાએ જણાવ્યું હતું કે, આ વેસ્ટમાંથી બેસ્ટ કલેક્શન માટે પ્રયત્ન કરવાની જ્યારે શરૂઆત કરી ત્યારે સૌથી પહેલા અમે શિક્ષકો દ્વારા આ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. જે પ્રયાસની શરૂઆતના પ્રથમ એક જ અઠવાડિયામાં અમારા શિક્ષક ગણ દ્વારા 100 કિલો પસ્તી એકત્ર કરવામાં આવી હતી, જે બાદ સમગ્ર વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ વિશે સમજાવતા આજે દરેક વિદ્યાર્થીઓ આ પસ્તિદાન પ્રોજેક્ટમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
જ્યાં ત્યાં કચરો ફેંકતા સ્કૂલનું પરિષદ તથા વિદ્યાર્થીઓનું ઘર પણ કચરો જ્યાં ત્યાં ફેંકવાના લીધે ખરાબ થતું હતું. જેથી વેસ્ટ કચરો ફેંકીને ખરાબ થતા વાતાવરણને બચાવવા માટે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવા માટેની શીખ આપવામાં આવી હતી અને આજે દરેક વિદ્યાર્થીઓ આ શીખનું પાલન કરી રહ્યા છે.
લોકોમાં પણ જાગૃતતા આવે તેવા પ્રયત્નો
શાળાના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમને જે રીતે સ્કૂલ દ્વારા બધી વસ્તુ શીખવવામાં આવી રહી છે. તેમાં કાગળનો આવો પણ ઉપયોગ થઈ શકે તે પહેલીવાર ખબર પડી, આ સાથે અમને હિસાબ કરવાની પણ શીખ મળી, આ સાથે વધેલી પસ્તીઓ રિસાયકલનું વર્કિંગ મોડલ જોવા મળતા અમને ખુશી થઈ રહી છે. 485 વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે તે દરેક વિદ્યાર્થી પોતાના ઘરેથી વધેલી પુસ્તક પુઠા સહિતની બધી વસ્તુઓ લાવી સ્કૂલમાં જમાં કરાવે છે. જેથી આ 485 વિદ્યાર્થી પોતાના આજુબાજુના દરેક લોકો સાથે પણ આ વિચાર શેર કરે છે જે કારણે બીજા 400 લોકોમાં પણ જાગૃતતા આવે તેવા પ્રયત્નો આ વિદ્યાર્થીઓ ખુદ કરી રહ્યા છે.
આ પ્રોજેક્ટ કરવા પાછળ શું છે ધ્યેય?
આ પ્રોજેક્ટ કરવા પાછળ એક તો દરેક ઘરમાં ફેંકાતા કચરાને લીધે પ્રદૂષણ ફેલાતું અટકશે અને પસ્તીદાન પ્રોજેક્ટથી 1 લાખની રાશી એકત્ર થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.જેથી આ એક લાખની જમાં રાશિથી દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવા સહિતની તમામ મદદ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.