તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રશિક્ષણ:વેરાવળમાં આદિવાસી સમાજના યુવા વર્ગને પગભર બનાવવા બે દિવસીય ટ્રેનિંગ આપવામાં આવી

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટ્રેનિંગમાં ઝીંગા અથાણું તથા ફીશમાંથી બનતી બેકરી આઇટમો બનાવતા શિખવાડ્યું

વેરાવળમાં ટ્રાયબલ સબ પ્લાન અંર્તગત આદિવાસી સમાજના લોકોને રોજગારી મળી રહે તે માટે સી.એફ.ટી. મત્સ્ય કેન્દ્ર દ્વારા ઝીંગા અથાણું તથા ફીશમાંથી બનતી બેકરી આઇટમો બનાવતા શિખવાડવા માટે બે દિવસીય ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ ટ્રેનીંગમાં આદિવાસી સમાજના 20 યુવાન-યુવતિઓએ ઉત્‍સાહભેર જોડાઇ પ્રશિક્ષણ મેળવેલ હતુ.

માર્ગદર્શન સાથે પ્રેકટીકલ રીતે બનાવતા પણ શીખડાવામાં આવ્યું

વેરાવળમાં સી.એફ.ટી. મત્‍સ્‍ય સંશોઘન કેન્‍દ્ર ખાતે યોજાયેલ કેમ્‍પમાં તાલાળા, માંગરોળ, જુનાગઢ વિસ્‍તારોમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો માટે સ્કિલ ડેવલોપમેન્ટ રોજગાર પ્રોગ્રામ અંર્તગત બે દિવસીય ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં સી.આઇ.એફ.ટી.ના ડો.રેણુકા, વૈજ્ઞાનિક એઝાઝ પરમાર, યંગ પ્રોફેશનલ દ્વારા આદિવાસી સમાજના યુવાન-યુવતિઓને ઝીંગામાંથી અથાણું બનાવતા તેમજ મચ્છીમાંથી બનતા સમોસા સહિતની બેકરી પ્રોડકટ કંઇ રીતે બનાવી શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન સાથે પ્રેકટીકલ રીતે બનાવતા પણ શીખડાવામાં આવેલ હતુ.

ટ્રેનીંગ દરમ્‍યાન શીખવાડવામાં અાવેલ વસ્‍તુઅો બનાવી પ્રદર્શીત કરાયેલ
ટ્રેનીંગ દરમ્‍યાન શીખવાડવામાં અાવેલ વસ્‍તુઅો બનાવી પ્રદર્શીત કરાયેલ

પ્રશિક્ષણ થકી પગભર બની રોજગારી મેળવી શકાશે

કેમ્‍પના અંતિમ સેશનમાં એમપીડા સંસ્‍થાના અઘિકારી વિનોદકુમાર, ડો. દિવુએ ટ્રેનિંગ લેનાર વિઘાર્થીઓને જણાવ્યું હતુ કે, કેમ્‍પમાં મેળવેલ પ્રશિક્ષણ થકી આગામી સમયમાં પોતાનો બિઝનેસ ચાલુ કરી શકો તેમાં ઉપયોગી થઇ શકે તેને ઘ્‍યાને રાખીને વસ્‍તુ બનાવતા શીખવાડવામાં આવી છે. જેથી આગામી સમયમાં પ્રશિક્ષણ થકી પગભર બની રોજગારી મેળવતા થાવ તેવો હેતુ છે. આ ટ્રેનિંગ કેમ્‍પ માટે જીલ્લા આદિવાસી વિકાસ પરિષદના પ્રમુખ હાસમ મુસાગરા તથા કાર્યકર ઇમરાન પંજાએ જહેમત ઉઠાવી આગામી દિવસોમાં વઘુમાં વઘુ સમાજના લોકો આવા પ્રોજેક્ટ ટ્રેનિંગ કેમ્પો થકી ફાયદાઓ મેળવતા રહે તે માટે કાર્યશીલ રહેવાની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો