માંગણી:ગાંધીગ્રામમાં ખાનગી ડેરી પાસે ખુલ્લી ગટરમાં ટ્રક ફસાયો

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક વર્ષથી ભુર્ગભ ગટર ખુલ્લી, કોઇ જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા રિપેર કરવા માંગણી કરાઇ

જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ માહી દૂધની ડેરી પાસે ખુલ્લી ગટર આવેલી છે. છેલ્લા 1 વર્ષથી આ ગટર ખુલ્લી છે જેને લઇને અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છત્તાં તંત્ર દ્વારા કોઇ ધ્યાન અપાતું નથી. દરમિયાન આ ખુલ્લી ગટરમાં એક ટ્રક ફસાઇ ગયો હતો જેને મહા મહેનતે બહાર કાઢ્યો હતો. ત્યારે કોઇ જીવલેણ અકસ્માત સર્જે તે પહેલા આ ખુલ્લી ગટરને પેક કરવા સ્થાનિક લોકોમાંથી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...