જૂનાગઢમાં એક પેઢીમાંથી 15 લાખથી વધુનો સોયાબીનનો જથ્થો ભરી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હોય. પેઢી ધારક એ-ડિવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં ટ્રાન્સપોર્ટ માલીક અને ટ્રક માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદનાં આધારે વધુ આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢમાં રહેતા સંજયભાઈ વલ્લભભાઈ માવાણીએ એ-ડિવીઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ કેતનભાઈ મુળજીભાઈ મેંદપરા રહે. જૂનાગઢ વાળાએ પોતાની ટ્રાન્સપોર્ટની પેઢીમાંથી જયેશ માધાભાઈ સારણા રહે. જૂનાગઢ વાળાને ટ્રક સાથે મોકલ્યો હતો. અને જયેશે પોતાના ટ્રકમાં સંજયભાઈની પેઢીમાંથી ભરેલ સોયાબીન વજન 25,275 કીલો, કિંમત રૂ. 15,05,617 જીએસટી સહિત કુલ રૂ. 15,80,898 નો જથ્થો જયેશ પોતાના ટ્રકમાં ભરી જે જગ્યાએ પહોંચાડવાનો હતો એ જગ્યાએ નહીં પહોંચાડી ટ્રક સાથે ફરાર થઈ ગયો હતો. અને સંજયભાઈએ ટ્રાન્સપોર્ટ માલિક કેતન અને ટ્રક માલિક જયેશ વિરૂદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.