કોણ કોને આપશે ટક્કર?:જૂનાગઢ જિલ્લાની 5 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, ભાજપના કોર્પોરેટર સંજય કોરડીયાને ટિકિટ મળતા નારાજગી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાની 5 બેઠક પર ત્રિપાખીયો જંગ જામશે.
જૂનાગઢ બેઠક પર ભાજપને લોઢાના ચણા
જૂનાગઢની જો વાત કરવામાં આવે તો જૂનાગઢમાં આ ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર સંજય કોરડીયાને ટિકિટ મળતા ભાજપ પ્રત્યેની નારાજગી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. કારણ કે, જૂનાગઢની જનતાએ નબળા રોડ ધૂળની ડમરીઓ પાણીના ખાડાઓ સિવાય આટલા વર્ષોમાં મહાનગરપાલિકા પાસેથી કશું મળ્યું ન હોય તો આવનાર દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકાના જ કોર્પોરેટર ધારાસભ્યો બની કયા વિકાસના કામો કરશે તેવી ધારણા બાંધી છે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી જૂનાગઢ જિલ્લાનો રાજકીય ઇતિહાસ...

અન્ય સમાચારો પણ છે...