તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સોરઠમાં શુક્રવારે કુલ 549 દર્દીએ કોરોનાને માત આપી, કુલ કેસ સામે રિકવરી રેટ 81.94 ટકા જેવો ઉંચો રહ્યો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જૂનાગઢમાં 497 કેસ, 8ના મોત : ગિર સોમનાથમાં 173 કેસ, 3ના મોત

સોરઠમાં શુક્રવારે કુલ 670 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા સામે કોરોના મહામારી સામે બાથ ભીડી 549 લોકોએ કોરોનાને માત આપી હતી. આમ, શુક્રવારે સોરઠમાં કુલ કેસના 81.94 ટકા જેવો ઉંચો રિકવરી રેટ આવ્યો છે. દરમિયાન શુક્રવારે આવેલા કોરોનાના કેસ પર નજર કરતા જૂનાગઢ જિલ્લામાં કુલ 497 ને કોરોના પોઝિટીવ આવ્યો છે જેમાંથી 244 કેસ માત્ર જૂનાગઢ સિટીના છે. જ્યારે જૂનાગઢ તાલુકાના 41, કેશોદ તાલુકાના 48, ભેંસાણ તાલુકાના 21, માળીયા હાટીના તાલુકાના 31, માણાવદર તાલુકાના 13, મેંદરડા તાલુકાના 14, માંગરોળ તાલુકાના 40, વંથલી તાલુકાના 18 અને વિસાવદર તાલુકાના 27 કેસનો સમાવેશ થાય છે.

જ્યારે 361 દર્દીએ કોરોનાને માત આપી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બીજી તરફ કોરોનાના કારણે જૂનાગઢ જિલ્લામાં કુલ 6ના મોત થયા છે. જ્યારે ગિર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો શુક્રવારે 173 કેસ નોંધાયા હતા જ્યારે 188 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. દરમિયાન કોરોનાના કારણે 3 દર્દીના મોત થયા છે. જૂનાગઢ જિલ્લામાં હજુ 432 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 452 ઘરના 3,365 લોકોનો સમાવેશ થાય છે. શુક્રવારે જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં રસીકરણ કરાયું ન હતું.

કોરોનાની ત્રીજી લહેર અટકાવવા તમામ નાગરિકોનું રસીકરણ કરો
હાલ કોરોના મહામારીમાં રસીકરણ એકમાત્ર રામબાણ ઇલાજ હોવા છત્તાં સરકાર રસીકરણ માટે ઉદાસીન રહી છે. ત્યારે કોરોનાની ત્રીજી વેવ અટકાવવા માટે સમગ્ર ગુજરાતના નાગરિકોનું વેક્સિનેશન કરાવવા માંગ કરાઇ છે. આ અંગે આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ અતુલ શેખડાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, વર્ષ 2020માં કોરોના વાઇરસના કારણે લોકડાઉન કરાયું ત્યારે આ વાઇરસથી બચવા તમામ તૈયારી કરવાની જરૂર હતી.

જોકે હજુ પણ જાગ્યા ત્યાંથી સવાર થઇ શકે પરંતુ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલી સરકાર જાગે તો ને ? સરકાર માત્ર તાયફા, ચૂંટણી કરાવવામાં, સત્તા હાંસલ કરવામાં તેમજ ઉજવણી કરવામાં જ રચીપચી રહી પરિણામે કોરોનાએ અજગર ભરડો લઇ લીધો છે. હજુ પણ કોરોનાની ત્રીજી વેવને અટકાવવી હોય તો તમામ નાગરિકોનું વેક્સિનેશન જરૂરી છે.

આ માટે પુરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવવા તેમજ રસીકરણ માટે રજીસ્ટ્રેશન, એપોઇન્ટમેન્ટ જેવી જટીલ પ્રક્રિયાને સરળ બનાવવાની ખાસ જરૂર છે. વળી જરૂર પડ્યે રસીકરણ અભિયાનમાં આમ આદમી પાર્ટીના તમામ સભ્યો સાથ આપશે. આ માટે જ આમ આદમી પાર્ટી દ્વારા રસીકરણ જાગૃત્તિ અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી છે જે 100 ટકા રસીકરણ કરાવવામાં મદદરૂપ થશે.

અન્ય સમાચારો પણ છે...