તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:9 મહિલા સહિત કુલ 10 લોકો જુગાર રમતા ઝડપાયા

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોબાઇલ સહિત 73,710નો મુદ્દામાલ કબ્જે કર્યો

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર રહેણાંક મકાનમાં ચાલતા મહિલા સંચાલિત જુગાર અડ્ડા પર એલસીબીએ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 9 મહિલા સહિત કુલ 10 લોકોને જુગાર રમતા ઝડપી લઇ 73,710નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શહેરમાં જુગાર, પ્રોહિબીશનની પ્રવૃત્તિને નાબૂદ કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના મુજબ એલસીબીએ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન બાતમી મળી કે, ઝાંઝરડા રોડ પરના રહેણાંક મકાનમાં મહિલા સંચાલિત જુગાર અડ્ડો ધમધમી રહ્યો છે. બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ. આઇ. ભાટી, પીએસઆઇ આર. કે. ગોહિલ, ડી.જી. બડવા અને સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 9 મહિલા સહિત 10 લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા. જુગાર સ્થળ પરથી રોકડ રકમ તેમજ મોબાઇલ મળી કુલ 73,710નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...