ગિરનાર રોપવે:રોપવે ની ટ્રાયલ માટે ઓસ્ટ્રિયાના ચાર નિષ્ણાંતોની ટીમ આવી

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રિયામાં સૌથી વધુ પર્વતો છે ત્યાં રોપવે પણ ઘણા છે

ગિરનાર રોપવેને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આગામી 9 નવેમ્બર 2020 ના રોજ તેનું લોકાર્પણ કરવાની જોરશોરથી તૈયારી થઇ રહી છે. અને ટ્રોલીની ટ્રાયલ માટે ઉષા બ્રેકો કંપની દ્વારા નિષ્ણાંતોને બોલાવાયા છે. આ માટેની ટીમ આવી પહોંચી છે. જાણવા મળ્યા મુજબ, ગિરનાર રોપવેને આખરી ઓપ આપવા માટે અને ટેસ્ટીંગ માટે ઓસ્ટ્રિયાથી 4 થી 6 એક્ષ્પર્ટની ટીમ જૂનાગઢ આવી પહોંચી છે.

આ ટીમ હવે રોપ-વેની આખરી ટ્રાયલ કરીને પછી જ પરત જશે. ત્યાં સુધી તેઓ અહીંજ રોકાશે. જોકે, આ ટીમના સભ્યો કોરોનાથી બચવા સ્થાનિક કોઇપણને ન મળવાની અને કોઇને નજીક ન આવવા દેવાની શરતે આવ્યા હોવાનું સુત્રોનું કહેવું છે. જાણવા મળ્યા મુજબ, ગિરનાર રોપ વે માટે ઓસ્ટ્રિયન કંપની સાથે ઉષા બ્રેકોએ ટેક્નિકલ માર્ગદર્શનના કરાર કર્યા છે. યુરોપિયન દેશ ઓસ્ટ્રિયામાં સૌથી વધુ પર્વતો છે. અને ત્યાં રોપવે પણ ઘણા છે. આથી ત્યાંના નિષ્ણાંતોને રોપવેમાં ભવિષ્યમાં કેવી કેવી મુશ્કેલીઓ આવી શકે. અને તેની સામે અકસ્માત ન થાય એ માટે શું કરી શકાય તેનો સારો એવો અનુભવ હોય છે. એમ પણ સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...