રેસ્કયુ:આત્મહત્યાનો વિચાર કરતી તરૂણીની વ્હારે 181ની ટીમ

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 17 વર્ષની દિકરી ઉપર પિતાએ શંકા કરી માર માર્યો

ગત તારીખ 26 ના રોજ 181 મહિલા હેલ્પ લાઈનમાં ફોન આવ્યો કે  મારી દીકરી મરી જવાનો વિચાર કરે છે અને હાલ તે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. ફોન આવતાની સાથે જ જૂનાગઢ 181 ના કાઉન્સેલર અરુણાબેન કોલડીયા,  કોન્સ્ટેબલ કિરણબેન ચૌહાણ અને પાયલોટ રાજેશભાઈ ગઢવી તાત્કાલિક હોસ્પિટલે પહોંચી ગયા હતા. આ અંગે જાણવા મળ્યું કે,  તરુણી તેની બહેનપણી સાથે વાત કરતી હોય પિતાએ ખોટી શંકા કરી તેને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ તેના માતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા. તરુણી વારંવાર મરી જવાની વાત કરતી હોવાથી તેની માતાએ મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરી મદદ માંગી હતી. 181 ની ટીમ દ્વારા તરૂણીનું કાઉન્સેલિંગ કરી તેને મેન્ટલી સપોર્ટ આપી લાંબાગાળાના કાઉન્સેલિંગ કરતી મહિલા સંસ્થાની માહિતી આપવામાં આવી હતી. આ અંગે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાથી અને આગળની કાર્યવાહી કરવી ન હોવાથી આપઘાતના વિચાર   ટાળી જીંદગી જીવવાની યોગ્ય સલાહ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...