ગડુ ચોરવાડ હાઇવે પર અકસ્માત:ઇજાગ્રસ્ત અજાણ્યા આધેડને 108ની ટીમે સમયસર સારવાર આપી જીવ બચાવ્યો

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

108ની ટીમની સમયસરની સારવારના કારણે આધેડનો જીવ બચી જવા પામ્યો હતો. આ અંગે 108ના જૂનાગઢ જિલ્લા અધિકારી વિશ્રૃત જોશીએ જણાવ્યું હતું કે, ગડુ ચોરવાડ હાઇવે બાયપાસ પાસે ઓવરબ્રિઝથી નીચે બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં અજાણ્યા આધેડને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

દરમિયાન અકસ્માતની જાણ થતા 108ના ઇએમટી ઇરફાનખાન બ્લોચ, પાઇલોટ ડાયાભાઇ ભીંટ તુરત સ્થળ પર પહોંચી ગયા હતા અને પ્રાથમિક સારવાર બાદમાં ચોરવાડ સરકારી હોસ્પિટલ અને વધુ સારવાર માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આમ, દર્દીના કોઇ સગા હાજર ન હોવા છત્તાં 108ની ટીમે સમયસરની સારવાર આપી હોસ્પિટલે પહોંચાડી તેમનો જીવ બચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...