દિવ્યાંગનું રસીકરણ:કેશોદ તાલુકાના બાલાગામની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ વેક્સિન લીધી

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિવ્યાંગ બાળકી વેકસીન લઈ રહેલ - Divya Bhaskar
દિવ્યાંગ બાળકી વેકસીન લઈ રહેલ
  • દિવ્યાંગ વિદ્યાર્થિનીએ 15 થી 18 વર્ષની વયના લાભાર્થીઓને વેક્સિને લેવા અપીલ કરી

રાજ્યમાં 15 થી 18 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. શાળાએ જતા બાળકો અને શાળા એ ન જતા તમામ બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા આવરી લેવામાં આવનાર છે અને કોરોના રસી આપવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્‍લામાં તા.3 જાન્યુઆરીથી સ્‍કુલના વિદ્યાર્થિઓને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે કેશોદ તાલુકાના બાલાગામની હાઇસ્‍કુલમાં અભ્યાસ કરતી દિવ્યાંગ વિદ્યાર્થીનીએ કોરોના વેક્સીન લઇ કોરોનાથી બચવા દરેકને વેક્સિન ફરજીયાત લેવા અપીલ કરી છે.

કેશોદ તાલુકાના બાલાગામની હાઈસ્‍કુલમાં અભ્યાસ કરતી સાનિયાબેન અયુબભાઇ પઠાણ જે દિવ્યાંગ છે. તેમણે પ્રથમ દિવસે જ સ્‍કુલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ જણાવ્યું હતું કે, કોરોનાથી બચવા માટે દરેકે કોરોના રસી લેવી જરૂરી છે. કારણ કે કોરોથી આપણે વેક્સિન જ બચાવી શકશે. આથી બાળકોએ ડર્યા વગર વેક્સિન લેવી જોઇએ. હું દિવ્યાંગ હોવા છતા ડર્યા વગર જ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. આ રસીને કારણે કોઇ આડઅસર થતી નથી. હું તમામને અપીલ કરૂ છું કે, તમામએ કોરોનાની વેક્સિન લઇ લેવી જોઇએ. બલાગામની શાળામાં પ્રથમ દિવસે 100 વિદ્યાર્થિઓએ કોરોના વકિસનનો પ્રથમ ડોઝ લીધો હતો.

પ્રથમ દિવસે 19,881 બાળકોને વેકસીન આપવામાં આવીજૂનાગઢ જિલ્લામાં તા.3 જાન્યુઆરીથી બાળકોને રસી આપવાની શરૂઆત આવી છે. જેનો બાળકોમાં સારો એવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. 15 થી 18 વર્ષના બાળકોમાં રસી લેવાનો ઉત્સાહ હોય તેમ પ્રથમ દિવસે જ 130 સેન્ટરો પરથી કુલ 19,881 બાળકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...