વિશેષ પૂજન:પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે મકરસંક્રાંતી પર્વ નિમિતે વિશેષ પૂજા કરવામાં આવી

વેરાવળ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજના દિવસે તલથી અભિષેક કરવામાં આવ્યો

આજરોજ સોમનાથ તીર્થધામમાં મકરસંક્રાંતીની વિશેષ ઉજવણી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ. જેમનો પુણ્યકાળ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રહેશે. જ્યારે સૂર્ય મકર રાશીમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતી મનાવવામાં આવે છે. આ જ્યોતિની ભૂમી એટલે પ્રભાસક્ષેત્ર અહી અનેક સૂર્યના મંદિરો પણ આવેલા છે. જેથી આ ભાસ્કર તિર્થ તરીકે પણ ઓળખાય છે. સંક્રાંત પર્વ શ્રી સોમનાથ તીર્થ ખાતે સૂર્યપૂજા કરવી એ અનેક રીતે પુણ્યદાયી માનવામાં આવે છે.

શ્રી સોમનાથ મંદિર ખાતે મકરસંક્રાંતી પર્વ નિમિતે સવારે સૂર્ય પૂજન, ગૌ-પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ. ઓનલાઇન ગૌપૂજા પણ યજામાનો એ કરેલી હતી, ભક્તો એ ગીરગાયના ઉછેર તથા દતક લેવા સહિતના દાન શ્રી સોમનાથ ટ્રસ્ટને મળેલ, સોમનાથ મહાદેવને મધ્યાહન મહાપૂજનમાં વિવિધ દ્રવ્યો જેમાં પંચામૃત, તિર્થોદકમાં તલ મીશ્ર કરી તલ અભિષેક કરવામાં આવેલ. શ્રી સોમનાથ મહાદેવને સાંજના વિશેષ તલનો શ્રુંગાર કરવામાં આવશે. તીર્થ સ્થળમાં મકરસંક્રાંતીના દિવસે જપ,તપ,દાન તથા તીર્થસ્નાન એવં પૂજનનું વિશેષ મહાત્મ્ય છે.

અન્ય સમાચારો પણ છે...