સન્માન:સેનામાં 19 વર્ષ સેવા બજાવી નિવૃત્ત થનાર સૈનિકનું કરાયું સન્માન

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે સ્ટેશને સન્માન, બિલનાથ મંદિરથી ઘર સુધી બાઇક રેલી

ભારતિય સૈન્યમાં 19 વર્ષ સેવા બજાવી નિવૃત્ત થનાર સૈનિકનું માદરે વતન જૂનાગઢમાં સ્વાગત, સન્માન કરાયું હતું. આ અંગે સંજયભાઇ બુહેચાએ જણાવ્યું હતું કે, શહેરના મનસુખભાઇ રામજીભાઇ નેનાના પુત્ર દીપકભાઇ જેનાએ 19 વર્ષ સુધી ભારતિ સેનામાં ફરજ બજાવી હતી. હાલમાં તે નિવૃત્ત થઇ માદરે વતન જૂનાગઢ આવતા રેલવે સ્ટેશન પર તેમનું સ્વાગત કરાયું હતું.

બાદમાં બિલનાથ મહાદેવ મંદિરથી દિપકભાઇના ઘર(મધુરમ) સુધી બાઇક રેલી યોજાઇ હતી. બાદમાં આસોપાલવ સોસાયટીમાં તેમનો સત્કાર સમારોહ યોજાયો હતો. આ તકે સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિના લલીતભાઇ વરૂ, વિનુભાઇ ચાંડેગરા, ભગવાનજીભાઇ વાળા, પ્રદિપભાઇ ટાંક, શશીભાઇ રાવત તેમજ વિવિધ જ્ઞાતિના અગ્રણીઓની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...