અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને બોનસરૂપે મોંઘી ભેટસોગાદ આપતી હોય છે. પણ જૂનાગઢના એક શૈક્ષણિક સંકુલે વર્ષોથી સંસ્થા સાથે જોડાયેલા શિક્ષકોની કદર રૂપે તમામ 61 શિક્ષકોને રૂપિયા 1 કરોડના વિવિધ ઇનામો આપીને સન્માનિત કર્યા છે.
આલ્ફા વિદ્યા સંકુલનાં સંચાલક જીજ્ઞેશ નકુમ અને કેમ્પસ ડાયરેક્ટર હાર્દિક સોનીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ અને મેંદરડા ખાતે અમારાં શૈક્ષણિક સંકુલોમાં 61 શિક્ષકો છે. તેઓ વર્ષોથી સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓ થકી અનેક વિદ્યાર્થીઓએ સંસ્થાનું નામ રોશન કર્યું છે. તેથી,આ વખતે અમારા વાર્ષિકોત્સવ નિમીત્તે અનારબેન પટેલની ઉપસ્થિતીનમાં અમારા શિક્ષકોને કુલ 1 કરોડનાં ઇનામો આપવામાં આવ્યા હતા.
શિક્ષકોને કુલ 1 કરોડનાં ઇનામો આપવામાં આવ્યા
જેમાં હ્યુન્ડાઇ ક્રેટા, ટાટા અલ્ટ્રોઝ, મારૂતિ અલ્ટો, 4 હોન્ડા એક્ટિવા, 18 હીરો સ્પલેન્ડર, 8 એચપી લેપટોપ, 3 આઇફોન અને 25 માઇક્રોવેવ ઓવન આપી તેઓનું સન્માન કરવામાં આવ્યા હતા. આ ઇનામો શિક્ષકોને તેમની વર્ષો સુધી આપેલી સેવાઓની કદરરૂપે અપાયા હતા. જોકે, આમાં નવા જોડાયેલા શિક્ષકોને પણ ઇનામો આપીને સન્માનિત કરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.