જૂનાગઢ જિલ્લામાં અપમૃત્યુના 4 બનાવ બન્યા છે.આમાં એટેક આવતા, ઝેરી દવા પીતા, ફાંસો ખાતા તેમજ સારવાર દરમિયાન મૃત્યું થયાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ જમ્મુ કાશ્મિર રાજ્યના કછચુ ગામના અને હાલ જૂનાગઢમાં રહેતા લાલચંદ શત્રુરામ નામના 24 વર્ષિય યુવાને સાબલપુર ચોકડી પાસે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેનું મૃત્યું થયું છે.
જ્યારે લીરબાઇ પરામાં રહેતા વિરમભાઇ લીલાભાઇ ઓડેદરા નામના 58 વર્ષિય આઘેડ રિક્ષા લઇને નિરણ ભરવા ગયા હતા. દરમિયાન ઇવનગર નજીક આવેલ દરગાહ પાસે પહોંચતા ચાલુ રિક્ષાએ એટેક આવતા રિક્ષા પરથી પડી ગયા હતા. તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલે લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
જ્યારે માણાવદર તાલુકાના ભાલેચડા ગામના 35 વર્ષિય યુવાન જેન્તીભાઇ નાથાભાઇ પરમારે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેનું મૃત્યું થયું છે. જ્યારે ભવનાથ શેરનાથ બાપુના આશ્રમ સામે એક અજાણ્યો 45 વર્ષિય બિનવારસુ યુવાનને સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખાતે દાખલ કરતા સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયાનું સરકારી હોસ્પિટલના તબીબ ડો. માધુરિકાએ જાહેર કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.