તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • A Retired Soldier, Who Was Making A Fuss In Malia Hatina's Pikhor Village, Smashed The Glass Of A Police Jeep And Ran After The Policeman.

ફરજમાં રૂકાવટ:માળિયા હાટીનાના પીખોર ગામમાં ધમાલ મચાવી રહેલા નિવૃત ફૌજીએ પોલીસની જીપના કાચ તોડી નાખ્યા, પોલીસકર્મી પાછળ ધારિયું લઈ દોડ્યો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્ની અને પુત્રીને માર મારી રહ્યો હોય પોલીસ કાર્યવાહી માટે પહોંચી હતી

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના પીખોર ગામમાં નિવૃત ફૌજી પત્ની અને પુત્રીઓને માર મારતો હોવાથી પોલીસકર્મી ત્યાં જતા નિવૃત ફૌજી પોલીસકર્મીને ધારીયું લઈ મારવા પાછળ દોડ્યો હતો. પોલીસકમી દોડીને નીકળી જતા તેણે ધારીયું પોલીસની જીપમાં મારી કાચ તોડી નાખ્યો હતો. આ અંગે ફરિયાદ થતા પોલીસે ફરજમાં રૂકાવટ અને મારમર્યાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના પીખોર ગામમાં રહેતો નિવૃત ફૌજી પ્રાણસુખ ડાયાભાઈ ચાવડા દારૂ પી પત્ની રેખાબેન સાથે ઝઘડો કરી ગેરશબ્દ બોલતા હતા. જેથી રેખાબેને ઘરમાં જુવાન દીકરી હોવાથી ગેરશબ્દ બોલવાની ના પાડતા પ્રાણસુખ ચાવડા કમરે બાંધવાના પટ્ટાથી માર મારવા લાગ્યો હતો. ત્યારે તેની બે પુત્રી વચ્ચે પડતા તેને પણ મારમાર્યો હતો.

181 હેલ્પલાઈનને જાણ કરતા તેની ટીમ ત્યાં આવી હતી. પરંતુ નિવૃત ફૌજીએ તેની સાથે પણ ગેરવર્તન કર્યું હતું. આથી માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ત્યાંથી પોલીસ સ્ટાફ આવ્યો હતો. પોલીસ કર્મચારી સંજયભાઈ પરમાર સ્થળ પર પહોંચતા જ નિવૃત ફૌજી પ્રાણસુખ ચાવડા ધારીયું લઈ તેને મારવા દોડ્યો હતો. જેથી પોલીસકમી દોડીને નીકળી જતા પ્રાણસુખે પોલીસ જીપના કાચમાં ધારીયું મારી કાચ તોડી નાખ્યો હતો.

આ અંગે રેખાબેનએ પોતાના પતિ પ્રાણસુખ ડાયા ચાવડા સામે શારીરિક માનસિક ત્રાસ આપી પોતાને અને પુત્રીઓને માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે પોલીસકમી સંજયભાઈ મનહરભાઈ પરમારે નિવૃત્ત ફૌજી પ્રાણસુખ ડાયા ચાવડા સામે ધારીયું લઈ મારવા દોડી ફરજમાં રૂકાવટ કરી સરકારી જીપનો કાચ તોડી નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એ.બી.દત્તાએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...