ભરતી મેળો:જૂનાગઢ મહિલા આઇટીઆઇમાં શુક્રવારે ભરતી મેળો યોજાશે

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસએસસી પાસ 18 થી 40 વયના ઉમેદવારો ભાગ લઇ શકશે

જૂનાગઢમાં મહિલા આઇટીઆઇ કેમ્પસ, પંચેશ્વર રોડ, શ્રી સ્વામીવિવેકાનંદ સ્કુલ પાસે તા.૧૩ના સવારે 10:30 વાગ્યે ભરતી મેળો યોજાશે. જિલ્લાનાં ઉત્સાહી અને ઉર્જાવાન રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસરથી આ ભરતી મેળો યોજાશે. જિલ્લાનાં ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો બ્રોડબેન્ડ પ્રા. લિમીટેડ તથા સહેલી ધ બ્યુટી વર્લ્ડ ખાતે ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે 18 થી 40 વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એસએસસીની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરાયું છે.

ત્યારે ભાગ લેવા ઇચ્છુકે લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે.અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signupપરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી,જૂનાગઢ ના કોલસેન્ટર નંબર 6357390390 નંબર પર સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...