બક્ષીપંચ સમાજનું આવેદનપત્ર:સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બક્ષીપંચને 27 ટકા અનામતનો અમલ કરવાની માગ સાથે વિસાવદરમાં રેલી યોજવામાં આવી

જુનાગઢ21 દિવસ પહેલા
  • વિસાવદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી

વિસાવદર શહેર અને તાલુકાનાં સમસ્ત બક્ષીપંચ સમાજ દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં 27 % બક્ષીપંચ અનામત આપવા રાજય સરકારોને આદેશ થયેલ છે. જે મુજબ મહારાષ્ટ્ર અને મઘ્યપ્રદેશ રાજયમાં અમલ કરવામાં આવેલ છે. જેથી ગુજરાત રાજયમાં પંચાયત, પાલિકા તથા સહકારી સંસ્થામાં 27 % બક્ષીપંચ અનામતનો અમલ કરવા રજુઆત માટે વિસાવદર મા થી રેલી કાઢી વિસાવદર મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવેલ હતું.

સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ અન્ય પછાત વર્ગ OBC વર્ગ SEBC ના સમાજને 27 % મુજબ અનામત બેઠક ફાળવવા માટે આવેદન પત્ર આપવામાં આવેલ હતુ. જેમાં તાલુકા માંથી તેમજ જૂનાગઢથી પણ બક્ષીપંચના આગેવાનો હાજર રહ્યા હતા. નરેન્દ્ર કોટીલા,જે.કે ચાવડા ,વિસાવદર નગર પાલિકા પ્રમુખ વાધેલા નટુભાઈ વાળા ,તાલુકા પંચાયત સદસ્ય જયરાજ વીકમાં ,સહિતના આગેવાન ઉપસ્થિત રહેલ હતા.સમસ્ત બક્ષીપંચ સમાજ વિસાવદર દ્વારા વિસાવદર મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવેલ હતુ.

અન્ય સમાચારો પણ છે...