આવેદન:જૂની પેન્શન યોજના મુદ્દે 3,000 કર્મચારીઓની રેલી યોજાઇ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેકટરને આવેદન સાથે આગામી કાર્યક્રમોની જાણકારી અપાઇ

જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે જૂનાગઢમાં 3,000 કર્મીઓએ રેલી યોજી સરકારને સંબોધીને એક આવેદન જિલ્લા કલેકટરને આપ્યું છે. સાથે માંગ નહિ સંતોષાય તો આગામી આંદોલનના કાર્યક્રમોની પણ જાણકારી અપાઇ છે. આ અંગે રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાન્તના ઉપાધ્યક્ષ જીતુભાઇ ખુમાણે જણાવ્યું હતું કે, 2000 કર્મીની રેલી કરવાનું આયોજન હતું, પરંતુ 3,000થી વધુ કર્મચારીઓ સ્વયંભૂ ઉમટી પડ્યા હતા અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ બુલંદ બનાવવા રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.

સરકારને સુધી પહોંચતું કરવા અપાયેલા આવેદનમાં જણાવાયું હતું કે, જો સરકાર સત્વરે યોગ્ય નિર્ણય નહિ કરે તો આગામી આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં 11 સપ્ટેમ્બરે ઝોનકક્ષાએ રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદન અપાશે, 17 સપ્ટેમ્બરે તમામ શિક્ષકો અને કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે, 22 સપ્ટેમ્બરથી પેન ડાઉન અને 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ કરાશે. આ તકે સુરેશભાઇ ખુમાણ, જયદેવભાઇ શિશાંગીયા, રાકેશભાઇ પુરોહિત, સુધીરભાઇ ડોડીયા સહિતના પદાધિકારીઓ પણ રેલીમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...