તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • A Quarrel Broke Out Between Two Families In Monia Village Of Visavadar Over The Seizure Of A Wheat rice Vehicle, 6 People From Both The Parties Were Injured.

મારામારી:વિસાવદરના મોણિયા ગામમાં ઘઉં-ચોખાના વાહન પકડાવ્યાના મનદુઃખમાં બે પરિવાર વચ્ચે ઝઘડો, બંને પક્ષના 6 લોકો ઈજાગ્રસ્ત થયા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ તાલુકાના વિસાવદર તાલુકાના મોણીયામાં ઘઉં ચોખાના વાહન પકડાવ્યાના મનદુઃખમાં પરિવાર પર પથ્થરમારો કરી ઈજા કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જયારે સામાપક્ષે પથ્થરમારી પાઈપ વડે હુમલો કર્યાની ફરિયાદ થતા પોલીસે બંન્ને પક્ષની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિસાવદર તાલુકાના મોણીયામાં રહેતા યુનુસ ભીખુ બિલખીયા સહિતનાએ રેશનીંગના ઘઉં ચોખા છુટક ખરીદી કરી કોડીનાર તરફ વેંચવા જતા હતા. ત્રણ ચાર દિવસ પહેલા તેના વાહન પકડાયા હતાં. આ વાહન રહીમભાઈ દાઉદભાઈ ચોટલીયાના ભત્રીજા ફારૂક કાસમભાઈએ પકડાવ્યા હોવાની શંકા રાખી તેના મનદુઃખના કારણે યુનુસ ભીખુ બિલખીયા, ઈમ્તીયાઝ નૂરમહમદ બિલખીયા, તસ્લીમબેન, રઝીયાબેન, ઝરીનાબેન, જમીલાબેન, યાસ્મીનબેન તથા વહીદાબેને પથ્થરોના છુટા ઘા કરી કાસમભાઈ, હસનભાઈ, આદમ, ફરઝાનાબેન અને જુનેદને નાની મોટી ઈજા કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

જયારે સામાપક્ષે યુનુસ બિલખીયાએ જુનેદ રહીમ ચોટલીયા, ફારૂક કાસમ ચોટલીયા, રહીમ દાદ ચોટલીયા, કાસમ દાઉદ ચોટલીયા અને હુસેન અલ્લારખા સામે પાઈપ, લાકડી તથા પથ્થર વડે ઈજા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...