દરોડો:મેંદરડા પંથકના લીલવા ગામે કારમાંથી દારૂનો જથ્થો પકડાયો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 2,60,000થી વધુનો મુદ્દામાલ કબજે લીધો

મેંદરડા પંથકના લીલવા ગામની ગૌચરમા એક કારમાં દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. અને દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ મેંદરડાના લીલવા ગામે ગૌચરમાં એક કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. અને કારની તપાસ કરતા 8 પેટી દારૂ બોટલ નંગ-96 અને વિદેશી દારૂના ચપટા પેટી -10 નંગ-480 મળી કુલ 1,10,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે, કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

પોલીસે કાર પણ કબજે કરી ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી અટક કરવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે ખીજડીયા ગામથી લીલવા ગામ તરફ જતા રસ્તા પર પણ એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે, આ કાર ચાલક પણ ફરાર થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...