તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જૂનાગઢ શહેરમાંથી દેશી અને વિદેશી દારૂનો જથ્થો પકડાયો

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પોલીસ રૂા. 2.65 લાખનાં મુદ્દામાલ સાથે 1ની અટક કરી

જૂનાગઢનાં શાંતેશ્વર અને ડુંગરપુર નજીકથી પોલીસે દેશી અને વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. અને પોલીસે રૂપિયા 2.65 લાખનાં મુદામાલ સાથે 1 શખ્સની અટક કરી હતી. બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્સ પોલીસ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન જોષીપરામાં રહેતા મેહૂલ ઉર્ફે વિકી ભીખુભાઇધારૈયા પોતાની કારમાં દારૂ છુપાવી હેરાફેરી કરી રહ્યો છે અને સિધ્ધેશ્વર પાર્ક સોસાયટીમાં રાખ્યો છે. પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂનાં ચપટા નંગ 435 કિંમત રૂપિયા 43,500નાં મળી આવ્યાં હતાં. પોલીસે કાર મળી રૂપિયા 1,43,500નો મુદામાલ કબજે કર્યો હતો.

જ્યારે કાર નંબર જીજે 09 એમ 1049માં દેશી દારૂની હેરાફેરી થઇ રહી છે અને આ કાર ખડિયા તરફ જઇ રહી છે. વીજાપુરનાં પાટિયા પાસે પોલીસે રોકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલક નાસી ગયો હતો. પોલીસે કારનો પીછો કરી ડુંગરપુર પાસે વાહન આડા રાખી પકડી પાડ્યો હતો. કારની તલાસી લેતા કારમાંથી દેશી દારૂ કિંમત રૂપિયા 4900નો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક ભરત વાધેલાને પકડી પાડ્યો હતો. જયારે એક નાસી જવામાં સફળ થયો હતો. પોલીસે રૂપિયા 1,21,900નો મુદામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો