તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જૂનાગઢના મેંદરડા નજીકથી 2000 લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

જૂનાગઢ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પેઢલાના શખ્સે ખમીદાણાના વ્યકિતને મોકલ્યાનો ખુલાસો

મેંદરડા પોલીસે આલીધ્રા - ખડપીપળી રોડ પરથી બે હજાર લીટર બાયોડિઝલ ભરેલી જીપ ઝડપી લઈ તેના ચાલકની પૂછપરછ કરતા તેણે પેઢલાના શખ્સે ખમીદાણાના શખ્સને બાયોડિઝલનો જથ્થો મોકલવા ભરાવ્યો હોવાનું જણાવ્યું હતું.

આ અંગે જાણવા મળેલ વિગત મુજબ મેંદરડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તા. 1ના રાત્રી દરમ્યાન આલીધ્રા - ખડપીપળી રોડ પર પેટ્રોલીંગમાં હતો. ત્યારે જી.જે. 1 ઇટી 0211 નંબરની બોલેરોને રોકી તેમાં તપાસ કરતા તેમાંથી સેફટીના સાધનો સિવાય ભરવામાં આવેલો 80 હજારની કિંમતનો બે હજાર લીટર બાયો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે જીપ ચાલક કેનેડીપુરના સંદીપ જગદીશ સોલંકીની પૂછપરછ કરતા તેણે ઍ જથ્થ પેઢલાના ભાવેશ કેશવ પરવાણીએ ભરી આપી ખમીદાણાના પરસોતમ કરશન બારૈયાએ મંગાવ્યો હોવાથી તેને ત્યાં મોકલ્યો હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ગેરકાયદેસર બાયોડિઝલના જથ્થા મામલે સંદીપ જગદીશ સોલંકી, ભાવેશ કેશવ પરવાણી અને પરસોતમ કેશવ બારૈયા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો