તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:વિશ્વકર્મા જયંતિની જાહેર રજા આપવાની માંગ કરાઇ

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રજાના અભાવે પૂજા વિધીમાં જોડાઇ શકતા ન હોઇ
 • પંચાલ યુવા સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત

એન્જીનિયરીંગ અને વાસ્તુકલાના દેવતા ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિની જાહેર રજા આપવાની માંગ કરાઇ છે. આ અંગે જૂનાગઢના પંચાલ યુવા સંગઠન દ્વારા જિલ્લા કલેકટરને આવેદન અપાયું છે. આવેદનમાં જણાવાયું છે કે,મહાસુદ તેરસના દિવસે ભગવાન વિશ્વકર્માની વિશેષ પૂજા, અર્ચના કરવામાં આવે છે. આ પૂજામાં મિસ્ત્રી, પંચાલ, લુહાર, પ્રજાપતિ, કડીયા, સુથાર, સોની, સોમપુરા સહિત સમગ્ર વિશ્વકર્મા સમાજ તેમજ નાના મોટા ઉદ્યોગોમાં કામ કરતો વર્ગ જોડાય છે.

વિશ્વકર્મા જયંતિએ જાહેર રજા ન હોવાથી અનેક લોકો પૂજામાં જોડાઇ શકતા નથી. ત્યારે સરકાર દ્વારા ઓફિશ્યલી રજા જાહેર કરવામાં આવે તેવી માંગ છે. આ તકે પંચાલ યુવા સંગઠન,જૂનાગઢના પ્રમુખ વિનોદ મકવાણા, ભાવેશ મકવાણા, અરવિંદભાઇ કવા, કાજલબેન મકવાણા, નિર્મલ મકવાણા સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો