જૂનાગઢમાં એસબીઆઇ આરસેટી ખાતે સર્વશિક્ષા અભિયાન અને પી.એસ.એસ. કેન્દ્રિય વ્યવસાહિક શિક્ષણ સંસ્થા ભોપાલ દ્વારા તા. 22 થી 24 ફેબ્રુઆરી સુધી વ્યાવસાયિક શિક્ષણ માટે રોજગારી કૌશલ્ય પર શિક્ષકો માટે કાર્યક્ર્મ યોજાયો હતો.
જેમાં જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જીલ્લાનાં 55 જેટલા શિક્ષકોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં શિક્ષકોને વ્યાવસાયિક શિક્ષણ અને રોજગારી પર માહિતગાર કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી બી.એચ.વાઢેર સહિતના ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમમાં પ્રાઇમરી અને માધ્યમિક શિક્ષણમાં વિકાસ કાર્યોને લઈને માહિતી આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.