ભક્તકવિ નરસિહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢનાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ તથા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, મુંબઈના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ પોલીસી રિસર્ચના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટી ખાતે એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ પોલીસી રિસર્ચના પ્રિન્સિપાલ એડવાઈઝર ડો. ડેબા પ્રસાદ રા અને આસિસ્ટન્ટ એડવાઇઝર ડો. સોમનાથ શર્મા હાજર રહ્યા હતા. તેઓએ મહાનગરપાલિકાના વાર્ષિક અહેવાલ વિશે માહિતી આપી અને મહાનગરપાલિકા કઇ રીતે ભંડોળ એકત્ર કરે છે અને ખાસ ફરીને મ્યુનિસિપલ બોન્ડ દ્વારા ભંડોળ કઈ રીતે સંચાલિત થાય છે.તે વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ પોલીસી રિસર્ચ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મુંબઈના ડિપાર્ટમેન્ટ દ્વારા મ્યુનિસિપલ ફાઇનાન્સ પર પ્રથમ વખત રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેના આધારે ભવિષ્યમાં આ દિશામાં પોલીસી ધડવામાં આવશે અને આ પોલીસી પર વધારેમાં વધારે સારું સંશોધન થાય તે માટે તકો પૂરી પાડવામાં આવશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આાવ્યો હતો. આ પોલિસી દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપશે તેવું પણ નિષ્ણાંતોએ જણાવ્યું હતું. અંતમાં વિદ્યાર્થિઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ પણ એડવાઇઝર દ્વારા આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને રિસર્ચ સ્કોલરે ભાગ લીધો હતો. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો (ડો) ચેતનભાઈ ત્રિવેદીના માર્ગદર્શનમાં યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના અધ્યક્ષ ડૉ.ભાવોિ ડોડીયા. પ્રાધ્યાપકો ડો. દિનેશ ચાવડા, વિનીત વર્મા તથા પીએચ.ડી, સ્કોલર્સ પશ ભટ્ટ. ધવલ ઝાલા, વિનોદ પારધી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.