તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજમાં રૂકાવટ:જુનાગઢમાં રાત્રીના પેટ્રોલીંગ કરી રહેલા પોલીસકર્મીએ માસ્ક વગર નીકળેલા યુવકને રોકતા ત્રણ શખ્સોએ હુમલો કર્યો

જુનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકને પોલીસે અટકાવ્યો તો કારમાં આવેલા બે શખ્સો ગાળો આપી, માર મારીને નાસી ગયા

જુનાગઢના ખલીલપુર રોડ પર ગત રાત્રે પોલીસકર્મીઓ બંદોબસ્તમાં હોવાથી પેટ્રોલીંગ કરી રહેલા હતા. ત્યારે એક બાઈકચાલક માસ્ક વગર પસાર થતા પોલીસ સ્ટાફે તેને રોકી માસ્ક ન પહેરવા અને રાત્રી કરફ્યુ ભંગ અંગે પૂછપરછ કરતા આ શખ્સ ઉશ્કેરાઈ જઇ પોલીસ કર્મીને ગાળો આપી હતી. તે દરમ્યાન એક કારમાં બે અજાણ્યા શખ્સોએ આવી પોલીસકર્મીને ગાળો આપી કોલર પકડી મારમારી ફરજમાં રૂકાવટ કરી હતી. આ ઘટના અંગે પોલીસકર્મીએ ત્રણ શખ્સો સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કારમાં આવેલા શખ્સોએ ઢીકાપાટુનો મારમાર્યો
જુનાગઢ પોલીસ હેડક્વાર્ટરમાં ફ૨જ બજાવતા પોલીસ કર્મચારી કૌશલ હીરાભાઈ ડાંગર તથા અન્ય પોલીસ કર્મીઓ તેમજ હોમગાર્ડ જવાન ગતરાત્રે ખલીલપુર રોડ પર શુભેશ્વર મંદીર પાસેના પોઇન્ટ પર રાત્રીના બંદોબસ્તમાં હતા. તે સમયે 11 વાગ્યા આસપાસ જોશીપરા પાદરચોક તરફથી એક બાઈકચાલક આવતા તેણે માસ્ક પહેર્યું ન હોવાથી તેને રોકી માસ્ક ન પહેરવા બાબતે અને રાત્રી કરફ્યુમાં નીકળવા બાબતે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. અને માસ્ક નથી પહેર્યું તો શું કરી લેવાના તેવું ઊંચા અવાજે વાત કરવા લાગ્યો હતો. આ દરમ્યાન એક કાર આવેલી હતી. તેમાંથી બે શખ્સોએ નીચે ઉતરી પોલીસકર્મી કૌશલભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી રહેલા અને તે સમયે બાઈક ચાલકે પોલીસ કર્મચારી કૌશલભાઈનો કોલર પકડી લીધો હતો. અને કારમાં આવેલા શખ્સોએ ઢીકાપાટુનો મારમાર્યો હતો.

પોલીસ સ્ટાફે વચ્ચે પડી કૌશલભાઈને છોડાવ્યા
​​​​​​​​​​​​​​
આ દરમ્યાન અન્ય પોલીસ સ્ટાફે વચ્ચે પડી કૌશલભાઈને છોડાવ્યા હતા. બાદમાં આ ત્રણેય શખ્સો વાહન લઈ ભાગી ગયા હતા. જો કે પોલીસકર્મીઓ પાછળ ગયા હતા. પરંતુ તે પકડાયા ન હતા. આ શખ્સોમાં એક દિલીપ મંજરીયા હોવાનું જાણવા મળતા પોલીસ કર્મચારી કૌશલભાઈ ડાંગરે દિલીપ માંજરીયા અને બે અજાણ્યા શખ્સો સામે ફરજમાં રૂકાવટ કરી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...