જૂનાગઢ જૈન સમાજમાં આક્રોશ:શેત્રુંજય મહાતીર્થ પર્વત પર થતી અસામાજિક પ્રવૃતિ બંધ કરાવવાની માગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

જુનાગઢએક મહિનો પહેલા

જૈનોના પવિત્ર સ્થળ શેત્રુંજય ઉપર થતી અસામાજિક પ્રવૃત્તિઓના વિરોધમાં સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઊઠવા પામ્યો છે. ત્યારે જુનાગઢ જૈન સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા .આ રેલીમાં ભાઈઓએ સફેદ અને બહેનોએ લાલ વસ્ત્રો પહેરીને વિરોધ કર્યો હતો જૂનાગઢના જગમાલ ચોકથી આ રેલી શરૂ કરવામાં આવી હતી જે શહેરના રાજમાર્ગો પર ફરી અને ઓમ શાંતિ જિલ્લા કલેકટર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી અને આ રેલી પૂર્ણ થઈ જુનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જૈનોના પવિત્ર તીર્થસ્થળ શત્રુંજય ગિરિરાજ તથા સમ્મેત શિખરજી પર જૈનોની આસ્થા વિરૂધ્ધના કાર્યો થાય તે અટકાવવા જૈન સમુદાય આવેદનપત્ર પાઠવવા ઉમટી પડ્યા હતા.જુનાગઢ જૈન સમાજે આવેદનપત્ર પાઠવી જણાવાયું હતું કે, શત્રુંજય મહાતીર્થ પર કેટલાક અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિઓ કરનારા લોકોએ આ યાત્રાભુમિ પર વિવિધ કારણોસર ભય અને ત્રાસનું વાતાવરણ સજર્યુ છે. આ કાર્ય માટે પ્રશાસનના જવાબદાર અધિકારીઓએ સેવેલા દુર્લક્ષને કારણે છેલ્લા ઘણાં સમયથી જે ઘટનાઓ ઉભી થઈ છે .શેત્રુંજય પર્વતના અને આસપાસના ક્ષેત્રના ઘણાં ભાગોમાં ખનન માફીયાઓ દ્વારા ગેરકાયદેસર માઈનીંગ (ખોદકામ) ચાલી રહ્યું છે. આ સ્થળો/જમીન સરકારના વનખાતા રેવન્યુ વાળાની અંકુશ હેઠળની છે. જૈન સમાજ દ્વારા જયારે આ અંગે સરકાર સમક્ષ પુરાવા સાથે રજુઆત કરવામાં આવી છે. જયારે તે વાતમાં દુર્લક્ષ સેવાયું છે. અને માફીયા તત્વો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપે છે.આ જગ્યા આસપાસ ગેરકાયદેસર રીતે દારૂની ભઠ્ઠી લગાડાયેલી છે અને ગુજરાતમાં પ્રતિબંધિત એવા દારૂનું વેચાણ થઈ રહ્યું છે.

થોડા વખત પહેલા આ ક્ષેત્રમા આવેલા રોહીતશાળા ગામમાં પૂજય આદીનાથ દાદાના પ્રાચીન પગલાં અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરાયા છે.સરકાર દ્વારા આની તપાસ સી.બી.આઈ.ને સોંપવામા આવે અને જવાબદાર લોકોને પકડી આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...