તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અન્નસેવા:જરૂરિયાતમંદની આબરૂ સચવાય, ભુખ્યા ન રહે તે માટે પહોંચાડાય છે ભોજનનું પાર્સલ

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢના 65 વર્ષથી વધુની વયના સેવભાવી લોકોની અનેરી અન્નસેવા

જૂનાગઢની એક સેવાભાવી સંસ્થાના કાર્યકરો જરૂરિયાતમંદ લોકોને ઘરે ભોજનનું પાર્સલ પહોંચાડી અનેરી અન્નસેવા કરી રહ્યા છે. ખાસ કરીને લેનારની આબરૂ સચવાય અને તે ભૂખ્યા પણ ન રહે તે માટે આ સેવા શરૂ કરવામાં આવી છે. આ અંગે સંસ્થાના અદના કાર્યકર જગદીશભાઇ વસાવડાઅે જણાવ્યું હતું કે, શ્રી રાધેશ્યામ માઘુ સખી સેવા પરિવાર મિત્ર મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. પ્રથમ 6 વર્ષ અશોકના શિલાલેખ પાસે ખુલ્લામાં ભોજન આપતા. બાદમાં ગાયત્રી મંદિરના નાગભાઇ વાળાની મદદથી જગ્યા ફાળવાતા ગાયત્રી મંદિર ખાતે અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છીએ. ખાસ કરીને લોક ડાઉનના કારણે અનેક લોકો નિસહાય બન્યા હતા.

આ એવા લોકો છે કે જેઓ નિસહાય, એકલવાયું જીવન જીવતા કે પછી ચાલી પણ ન શકતા લોકો છે. જેઓ આબરૂની બીકે ફ્રિમાં- અન્નક્ષેત્રમાં ભોજન લેવા આવી શકે તેમ ન હતા. આ અંગેની જાણ થતા આવા લોકોની આબરૂ સચવાય અને તેઓ ભૂખ્યા પણ ન સૂવે તે માટે પાર્સલ સેવા તૈયાર કરી. આવા જરૂરિયાતમંદ લોકોનો સંપર્ક કરી તેમની જણાવેલી જગ્યાએ ભોજનનું પાર્સલ મૂકી આવીએ છીએ. બાદમાં તે લોકો ત્યાંથી પોતાની અનુકુળતાએ પાર્સલ લઇ જમી શકે. આ સત્કાર્યમાં અનેક સેવાભાવીઓ આર્થિક મદદ કરી રહ્યા છે. ત્યારે અન્ય કોઇ સેવભાવી આ સેવા કાર્યમાં મદદરૂપ થઇ પુણ્યનું ભાથું બાંધવા ઇચ્છતા હોય તો ગાયત્રી મંદિર ખાતે જગદિશભાઇ વસાવડાનો સંપર્ક કરી શકે છે. આ સેવા કાર્યમાં હર્ષદભાઇ મંકોડી, ધીરૂભાઇ પટેલ, માલણકાના ધાધલ બાપુ વગેરે તમામ 65 વર્ષથી વધુની વય ધરાવતા લોકો સેવા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...