ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૩ કર્મચારી મંડળ (સરકારી શિક્ષક સંઘ - ગુજરાત રાજ્ય)ની નવિ કારોબારી સમિતિની રચના કરવામાં આવી. તાજેતરમાં ગુજરાત રાજ્ય સરકારી શિક્ષક સંઘ, ગાંધીનગરની નવીન કારોબારી સમિતિની રચના માટે બેઠક મળી હતી.
જેમાં જીલ્લાનાં પ્રતિનિધિઓ અને 200 જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિવિધ પદો પર સભ્યોની સર્વસંમતિથી નિયુક્તિ કરવામાં આવી હતી. આ સંઘની ગાંધીનગર ખાતે યોજાયેલી વાર્ષિક મિટિંગમાં પ્રમુખ શ્રી દિવ્યરાજસિંહ જાડેજાએ જૂની કારોબારીનો અહેવાલ રજૂ કર્યા બાદ સમગ્ર કારોબારીને વિખેરી નાખી હતી.
જેથી નવી કારોબારીમાં પ્રમુખ તરીકે શ્રી ડૉ. એસ ડી. જોશી (બનાસકાંઠા), મહામંત્રી તરીકે શ્રી પરેશભાઈ ચૌધરી (પાટણ) અને અધ્યક્ષ તરીકે શ્રી દિવ્યરાજસિંહ જાડેજા(કચ્છ) ની સર્વસંમતિથી નિમણુંક કરવામાં આવી હતી. આ ઉપરાંત 4 ઝોનના 4 સંગઠન મંત્રી, 4 ઉપપ્રમુખ, 4 સહમંત્રી તેમજ મીડિયા કન્વીનર, કોષાધ્યક્ષ અને મહિલા પ્રતિનિધિની નિમણુંક કરવામાં આવી હતી.
જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી નિકુંજ સુંદરસાથ (જૂનાગઢ)ના સહમંત્રી, કનુભાઈ મકવાણા(જામનગર)ના ઉપપ્રમુખ તથા મયુરસિંહ ચાવડા (રાજકોટ)ના કોષાધ્યક્ષ તરીકે વરણી થઈ હતી. આથી જુના અધ્યક્ષ રજનીકાંત બારોટ તેમજ નવા વરાયેલ પ્રમુખ, મહામંત્રી તેમજ અધ્યક્ષનું જુદા જુદા જિલ્લાના પ્રતિનિધિઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.