ગેરકાયદે બાંધકામ:બાંધકામની મંજૂરી મેળવવા સાંકડી ગલીને 9 ફૂટનો રસ્તો બતાવી દીધો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારસ્વત બ્રાહ્મણ સમાજની વાડી પાસે થયું ગેરકાયદે બાંધકામ
  • મનપાના સર્વેયર, ઇજનેર સામે ફરિયાદ નોંધવા બી ડિવીઝનમાં રજૂઆત

જૂનાગઢ મહાનગરપાલિકાનું બોગસ બિલ્ડીંગનાં નકશા પાસ કરવાનું વધુ એક કૌભાંડ કરાયું હોવાના આક્ષેપ સાથે સર્વેયર અને ઇજનેર સામે ફરિયાદ નોંધવા બી ડિવીઝનમાં અરજી કરાઇ છે. આ અંગે આરટીઆઇ એક્ટિવિસ્ટ જીજ્ઞેશ પંડ્યાએ બી ડિવીઝનમાં લેખીત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, જવાહર રોડ સ્થિત સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિની વાડીની આજુબાજુ બોગસ અને ખોટા માપવાળા નકશા બનાવી ગેરકાયદેસર બાંધકામ કરાયું છે.

અહિં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 4 માળનું બાંધકામ કરવા વિકાસ પરવાનગી મેળવવા નકશામાં 9 મિટરનો રસ્તો બતાવ્યો છે. જ્યારે હકિકતે બિલ્ડીંગ પાસે સાવ સાંકડો રસ્તો જ છે. જો 9 મિટરનો રસ્તો બતાવે તો જ બાંધકામ મંજૂરી મળે તેમ હોય ખોટા નકશા મૂક્યા હતા. તેમ છત્તાં સ્થળ તપાસ કરવાના બદલે મનપાના સર્વેયર અને ઇજનેરે બોગસ દસ્તાવેજ બનાવી, રસ્તાની ખોટી માપણી કરી ગેરકાયદેસર બિલ્ડીંગને મંજૂરી આપી દીધી છે.

આ બાબતે સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ તરફથી અનેક ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં નહિ લેવાતા જૂનાગઢનાં જાગૃત નાગરિક અને બ્રાહ્મણ અગ્રણી તરીકે પોલીસમાં ફરિયાદ કરવાની ફરજ પડી છે. ત્યારે પાંચથી સાત ફૂટની સાંકડી ગલીને 9 મિટરનો રસ્તો બતાવી મંજૂરી અપાવવા બોગસ નકશા બનાવનાર તથા મનપાના જવાબદાર સર્વેયર અને ઈજનેર સામે બી-ડીવીઝન માં લેખિત ફરિયાદ કરી છે.

આગ લાગે તો શું થશે?
અગાઉ પણ રસ્તાના ખોટા માપ દર્શાવવા બદલ કાર્યવાહી થયેલ હતી.મનપાનાં કમિશ્નરની ઢીલી નીતિને લીધે અધિકારીઓ વહીવટ કરી અને આડેધડ નકશા પાસ કરે છે. 7 ફૂટની ગલીમાં રીક્ષા જઈ શકે તેમ નથી તો આગ લાગે ત્યારે તેમાં વસવાટ કરનાર લોકોની શું હાલત થશે? > ક્વોટનામ, ક્વોટ નામ

અન્ય સમાચારો પણ છે...