તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં ભેદી ધડાકા:બે વખત પ્રચંડ અવાજ થતા લોકો ભૂકંપ આવ્યાનું માની બહાર ભાગ્યા; ડિઝાસ્ટરે કહ્યું, ‘ભૂકંપ નથી’, પથ્થરની ખાણમાં બ્લાસ્ટ થતા હોવાની આશંકા

જૂનાગઢ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

જૂનાગઢ શહેરમાં બપોરના 1:30 વાગ્યા આસપાસ બ્લાસ્ટ થયો હોય તેવો પ્રચંડ અવાજ થયો હતો. ભેદી ધડાકો થતા લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, કયાંય ભૂકંપ નોંધાયો નથી. દરમિયાન આ અવાજ છેક માણાવદર સુધી સંભળાયો હતો. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરમાં બપોરના 1:30 વાગ્યા આસપાસ અચાનક પ્રચંડ ભેદી ધડાકો થયો હતો.

બ્લાસ્ટ થયો હોય તેવા અવાજના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. તો કેટલાક લોકો તો ભૂકંપ થયો હોવાના ડરે ઘરની બહાર નિકળી ગયા હતા. દરમિયાન આ અંગે ડિસ્ટ્રીક ડિઝાસ્ટાર મેનેજમેન્ટ ઓફિસર કૃત્રુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હાં ગેબી અવાજ થયો હતો. આ અવાજ માણાવદર સુધી સંભળાયો હતો. આ અંગે છેક ગાંધીનગર સુધી તપાસ કરાવી લીધી, ક્યાંય ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું નોંધાયું નથી. હવે જામનગર એરફોર્સમાં પણ તપાસ કરીએ છીએ. દરમિયાન આ મામલે તમામ મામલતદારને જાણ કરી જો ક્યાંય નુકસાન થયું હોય તો તપાસ કરી રિપોર્ટ કરવા જણાવાયું છે.

કૃષિ યુનિવર્સિટીમાં આવેલી ઘઉં સંશોધન બિલ્ડિંગ પડી ગયાની પણ અફવા ફેલાઈ
દરમિયાન કેટલાકે તો આ અવાજ ભૂકંપનો જ હોવાનો અને ભૂકંપના કારણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલ ઘઉં સંશોધન કેન્દ્રનું બિલ્ડીંગ પડી ગયાનું પણ ચલાવ્યું હતું. જોકે, તપાસના અંતે આ અફવા હોવાનું સાબિત થયું હતું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઘઉં સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનીક કે. એચ. ડાભીએ આ વાતનું ખંડન કરતા જણાવ્યું હતું કે, બિલ્ડીંગ પડ્યું નથી.

લોકો કોરોના ભૂલી ભૂકંપની ચર્ચાએ ચડ્યા
ગેબી અવાજ થતા લોકોમાં ભૂકંપ થયાની દહેશત વ્યાપી ગઇ હતી. અત્યાર સુધી માત્ર કોરોનાની જ વાતો કરતા લોકોનો ટોપીક ફેરવાઇ ગયો હતો. લોકો એકબીજાને ફોન કરી ધડાકો સંભળાયો કે નહી? ભૂકંપ હતો કે શું ? તે બાબતે પૂછતા ગેબી અવાજ ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

વીજપુરવઠો ખોરવાઈ ગયો
પ્રચંડ અવાજ થતાની સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં થોડો સમય માટે વિજ પુરવઠો ઠપ્પ થઇ ગયો હતો. જોકે, થોડા સમય બાદ વિજપુરવઠો પુન: શરૂ થયો હતો.

પથ્થરની ખાણમાં બ્લાસ્ટ થતાં હોવાની શંકા
દરમિયાન લોકોમાં થતી ચર્ચા મુજબ જૂનાગઢથી માણાવદર સુધીમાં અનેક જગ્યાએ પત્થરની ખાણો આવેલી છે. કેટલીક જગ્યાએ તો ગેરકાયદેસર પણ ખાણો ધમધમે છે. ત્યારે આવી ખાણોમાં પત્થર તોડવા માટે ટોટા ફોડવામાં આવતા હોય છે. થોડા સમય પહેલા જ જૂનાગઢના આંબેડકરનગરથી લઇને ગ્રાંધીગ્રામ સુધીના વિસ્તારમાં પણ રાત્રીના 10:30 વાગ્યે ભેદી ધડાકો થયો હતો. ત્યારે ખાણખનીજ વિભાગે આ મામલે તપાસની તસ્દી લેવી જોઇએ અને સાથે જિલ્લા કલેકટરે પણ આ મામલે તપાસ કરાવવી જોઇએ તેવી લોક ચર્ચાએ જોર પક્ડયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો