કોમી એકતાનું ઉદાહરણ:જૂનાગઢનો મુસ્લિમ યુવાન છેલ્લા 10 વર્ષથી ભગવાન ગણેશજીની સ્થાપના કરી પૂજા-અર્ચના કરે છે

જુનાગઢએક મહિનો પહેલા
  • ગણેશોત્સવની સાથે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે

જૂનાગઢની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા શબ્બીરભાઈ ચોરવાડા છેલ્લા ઘણા વર્ષોથી પોતાના એપાર્ટમેન્ટમાં રહેતા હિન્દુ પરિવાર સાથે મળી ગણપતિ મહોત્સવની ઉજવણી કરે છે.

શબ્બીરભાઈ વધુમાં જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી હું રહું છું કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર હિન્દુ પરિવાર સાથે હળી મળીને રહું છું. જ્યારે મુસ્લિમનો કોઈ પણ તહેવાર હોય ત્યારે હર્ષોલ્લાસથી હિન્દુ ભાઈઓ ઉજવે છે અને કોઈપણ હિન્દુ ધર્મનો જ્યારે તહેવાર હોય ત્યારે અમારો પરિવાર આ સોસાયટીમાં કોમી એકતાના ભાવથી દરેક તહેવાર ઉજવે છે.

ઇન્દ્રપ્રસ્થ સોસાયટી અને સફલ એપાર્ટમેન્ટમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે રોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. ડાયરો સત્યનારાયણ ભગવાનની કથા હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ, માટલાનો કાર્યક્રમ, તેમજ રોજેરોજ બટુક ભોજનનું આયોજન આ ગણપતિ મહોત્સવમાં કરવામાં આવે છે.

શબ્બીરભાઈ સાથે સફલ એપાર્ટમેન્ટમાં રહેતા શિક્ષક જોશીભાઈએ જણાવ્યું હતું કે શબ્બીરભાઈ છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ પરિવાર સાથે રહે છે જ્યારે એક સમયે શબ્બીરભાઈ પોતે બીજા મકાનમાં રહેવા જતા હતા ત્યારે એપાર્ટમેન્ટના લોકોએ એમને કહ્યું હતું કે તમે આ એપાર્ટમેન્ટ છોડી અને ના જાઓ તમે અમારી સાથે રહો મિત્રો આનાથી વિશેષ હિન્દુ-મુસ્લિમ પ્રત્યેનો મિત્રતાનો નાતો ,લાગણીનો સંબંધ, કોમી એકતા નું સૌથી મોટું ઉદાહરણ બીજું શું કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...