શ્વાનોનો ત્રાસ:શહેરના ઝાંઝરડામાં રખડતા ભટકતા શ્વાને મનપાના કર્મચારીને બચકું ભર્યું

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અર્બન હેલ્થ સેન્ટરમાં ઇન્જેકશન મળતા નથી

શહેરમાં રખડતા ભટકતા શ્વાનોનો ત્રાસ સતત વધી રહ્યો છે. અનેક લોકોને શ્વાન બચકા ભરી લે છે. આવા અનેક બનાવો સતત બની રહ્યા છે. દરમિયાન મનપાના એક કર્મી ઝાંઝરડા રોડ પાસેની પીજીવીસીએલની ઓફિસ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે શ્વાને આવીને તેને બચકું ભરી લેતા ઇજાગ્રસ્ત હાલતમાં સિવીલમાં સારવાર અર્થે જવું પડ્યું હતું. દરમિયાન હાલ મનપામાં 7 અર્બન હેલ્થ સેન્ટરો કાર્યરત છે પરંતુ તેમાં શ્વાન કરડ્યા બાદ લગાવાતા ઇન્જેકશન મળતા નથી.

આ ઇન્જેકશન માટે કાંતો સિવીલ હોસ્પિટલમાં જવુંપડે છે અથવા ખાનગી હોસ્પિટલમાં મોંઘા ભાવના ઇન્જેકશન લેવા પડે છે.ખાનગી હોસ્પિટલમાં હાલ 1 ઇન્જેકશનની કિંમત અંદાજે 350થી વધુ છે અને 5 ઇન્જેકશન લેવા પડતા હોય 1750 રૂપિયાથી વધુનો ખર્ચ કરવો પડે છે.

ત્યારે મનપાના અર્બન હેલ્થ સેન્ટરમાં આ ઇન્જેકશન મળે તેવી વ્યવસ્થા કરવાની​​​​​​​ જરૂર હોવાનું લોકો કહી રહ્યા છે. ઘણી વખત ફૂલ સ્પિડે જતી ફોરવ્હિલ ચાલકો શ્વાનોના બચ્ચાને કે શ્વાનને હડફેટે લે છે અને જતા રહે છે. જેનો ભોગ પાછળ આવતા રાહદારીઓ કે મોટર સાઇકલ ચાલકો બને છે.

મનપાના અર્બન હેલ્થ સેન્ટરોમાં પણ આ ઇન્જેકશન મળતા થઇ જાય તે માટેના પ્રયાસો જારી છે. એકાદ મહિનામાં અર્બન હેલ્થ સેન્ટરોમાં પણ ઇન્જેકશન મળતા થઇ જશે તેમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ શૈલેષ ચુડાસમા કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...