તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્‍માત:વેરાવળ બાયપાસ પાસે મુંબઈના પરિવારને અકસ્માત નડ્યો, ચાર લોકો ઘાયલ

વેરાવળ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો ઘાયલ લોકોને સારવાર માટે ખસેડાયા

વેરાવળ બાયપાસ હાઇવે પર હિરણ નદીના બ્રીજ પાસે રોંગ સાઇડમાં પુરઝડપે આવતી સ્‍વીફટ કારે સામેથી આવી રહેલ મુંબઇના પરિવારની અર્ટીગા કાર સાથે અથડાવી દેતા પાંચેક લોકો ફેકચર સહિતની ગંભીર ઇજાઓ પહોચાડી હતી. મુંબઈનો પરીવાર સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી રહેલ ત્‍યારે અકસ્‍માત સર્જાયો હતો. પોલીસે સ્‍વીફટ કારના ચાલક સામે ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે. આ અકસ્‍માત કયાંકને કયાંક બાયપાસના નેશનલ હાઇવેનું રીપેરીંગ કામ કરી રહેલ કોન્‍ટ્રાકટરની બેદરકારીના લીઘે થયાનું સ્‍થળ પર હાજર લોકોમાં ચર્ચાય રહેલ હતુ.

પોલીસમાંથી પ્રાપ્‍ત વિગતોનુસાર મુંબઇના મિત્રો પરીવાર સાથે ગઇકાલે અર્ટીગા કારમાં દ્રારકાથી સોમનાથ આવી રહેલ હતા. ત્‍યારે સાંજે ચારેક વાગ્‍યા આસપાસ અર્ટીગા કાર સોમનાથ બાયપાસ પર હિરણ નદીના પુલ પાસે હોટલ નજીક પહોચેલ તે સમયે સામેથી પુરપાટ આવતી સ્‍વીફટ કાર નં.જીજે 12 ડીએ 4076 ના ચાલકે અર્ટીગા કાર સાથે ઘડાકાભેર અથડાવી દેતા બંન્‍ને કારો ફંગોળાઇ ગયેલ હતી. આ સમયે હાઇવે પરથી પસાર થઇ રહેલ અન્‍ય વાહન ચાલકો અને રાહદારી લોકોએ દોડી આવી બંન્‍ને કારમાં સવાર ઇજાગ્રસ્‍ત બનેલા અમરીશ નવનીતલાલ શાહ, ભરત ત્રીકમલ શાહ, પ્રદિપ અમરચંદ વર્મા, લીના વર્મા અને રમેશ જોરાને એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી પ્રથમ સીવીલ હોસ્‍પીટલમાં સારવાર અર્થે ખસેડેલ હતા. જયાં પ્રાથમીક સારવાર બાદ પાંચેય ઇજાગ્રસ્‍તોને ફેકચર સહિતની ઇજાઓ હોવાથી ખાનગી બિરલા હોસ્‍પીટલમાં ખસેડવામાં આવેલ હતા.આ અકસ્‍માત અંગે અમરીશ શાહે સ્‍વીફટ કારના ચાલક સામે ફરીયાદ નોંઘાવતા પોલીસે ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે.

અત્રે નોંઘનીય છે કે, હાલ વેરાવળ-સોમનાથ નેશનલ હાઇવે ચાર માર્ગીય બાયપાસનું રીપેરીંગ કામ ચાલી રહેલ હોવાથી ઠેર-ઠેર હાઇવે ખોદી નાંખેલ છે. જેમાં ઘણી જગ્‍યાએ એક લેન બંઘ રાખી ડાયવર્ઝન આપી એક લેન ચાલુ રાખેલ છે. ત્‍યારે ચાલુ લેનમાંથી આવન-જાવન બંન્‍ને તરફનો ટ્રાફીક ચાલુ રાખવા રસ્‍તાના સેન્‍ટરમાં ટ્રાફીકને કંટ્રોલ કરવા જરૂરી આડસ અથવા દિશા સૂચક બોર્ડો લગાડવા જોઇએ જે ન લગાવેલ હોવાથી એક લેનમાં પણ અમુક વાહનો ઓવરટેક કરવા સમયે પુરપાટ જતા હોવાથી નાના-મોટા અકસ્‍માતો થઇ રહયા છે. જે બાબતે જવાબદાર તંત્ર ઘોરબેદરકારી દાખવી રહયુ હોય જેને ઉપરોકત અકસ્‍માત પરથી બોઘપાઠ લઇ લોકોની સલામતિ માટે જરૂરી પગલા લેવા જોઇએ તેવી માંગણી લોકોમાંથી ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો