આપઘાતનો પ્રયાસ:ભવનાથમાં જમીનના કબ્જાને લઇ સાધુનો દવા પી આપઘાતનો પ્રયાસ

જુનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોતાની જમીન ટ્રસ્ટને સોંપી દેવાયાનો આક્ષેપ
  • ધોરાજી 108 દ્વારા જૂનાગઢ સિવીલમાં દાખલ કરાયા

જમીનના કબ્જાને લઇ ભવનાથમાં સાધુએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ થતા ધોરાજી 108ની એમ્બ્યુલન્સ દ્વારા સાધુને જૂનાગઢ સિવીલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

આ અંગે મળતી વિગત મુજબ ભવનાથમાં પંચદશનામ જૂના અખાડાના સાધુ જગદિશગીરી મહારાજ ઉર્ફે જશવંતગીરી મહારાજે દવા પી લીધી હતી. આ અંગે 108ને કોલ કરતા આ કોલ જૂનાગઢ કેસ મૂકવા આવેલ ધોરાજીની 108ને લાગ્યો હતો.

જેના કારણે ધોરાજીની 108 એમ્બ્યુલન્સ તુરત ભવનાથ દોડી ગઇ હતી અને સાધુને તાત્કાલીક સારવાર માટે જૂનાગઢ સિવીલમાં દાખલ કરવામાં આવેલ હતા. દરમિયાન અન્ય સાધુઓએ જણાવ્યું હતું કે, ભવનાથમાં જગદિશગીરી મહારાજની જગ્યા આવેલી હતી.

અહિં લીલી પરિક્રમા, મહા શિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્ર ચાલતું હતું. બાદમાં ડિમલીશન કરાયું હતું. જોકે, આ જગ્યા પરત મેળવવા કલેકટરમાં અરજી કરી જંત્રી પણ ભરેલ હતી. તેમ છત્તાં આ જમીન ટ્રસ્ટને હોસ્પિટલ બનાવવા આપી દેવાઇ છે. ત્યારે 2 દિવસમાં આ જમીનનો કબ્જો પરત નહિ મળે તો આત્મવિલોપન કરવાની જગદિશગીરી મહારાજે ચિમકી આપી હતી. તેમ છત્તાં કોઇ કાર્યવાહી ન થતા જગદિશગીરી મહારાજે દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જોકે, આ અંગે હજુ ભવનાથ પોલીસમાં ફરિયાદ નોંધાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...