છેડતી:જૂનાગઢના બિલખા પાસે સાધુએ મહિલાની છેડતી કરી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લાના બગસરાની એક 40 વર્ષિય મહિલાના પતિ દોઢેક વર્ષ પહેલાં કોઇ યુવતી સાથે જતા રહ્યા હોઇ પોતાના 2 પુત્ર અને 2 પુત્રી સાથે રહે છે. તેને ગોઠણના સાંધામાં દુ:ખાવો રહેતો હતો.

આથી તેના પાડોશી પાસેથી બિલખા પાસે ચોરવાડીની બાજુમાં ખડખડિયા મહાદેવ મંદિર આશ્રમના સ્વામી રૂદ્રાનંદગીરી પાસેથી દેશી દવા લઇ આવ્યા હતા. અને દવા પૂરી થઇ જતાં તા. 15 સપ્ટે.એ ફરી દવા લેવા આશ્રમે ગયા હતા. જ્યાં તેમની સાથે આવેલી મહિલાને રૂદ્રાનંદજીએ બહાર મોકલી દઇ મહિલાની છેડતી કરી વાંસામાં પાટા માર્યાના આક્ષેપ સાથે જૂનાગઢ સરકારી દવાખાને દાખલ થઇ હતી. આથી પોલીસે રૂદ્રાનંદગીરી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...