તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકડ્રીલ:જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ફાયર સેફ્ટી અંગેની મોકડ્રીલ યોજાઈ

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે કુલપતિ ડો.વી.પી.ચોવટીયાના માર્ગદર્શન હેઠળ ફાયર સેફટી અંગેની મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલનું આયોજન યુનિવર્સિટી ભવન ખાતે કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રીલમાં કચેરીમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કીટના કારણે કમ્પ્યુટર સેટમાં આગ લાગતા યુનિવર્સિટીની ડીઝાસ્ટર રિસપોન્સ ટીમ દ્વારા તુરંત પ્રતિક્રિયા આપતા ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરવામાં આવેલ અને ફાયર એલાર્મ વગાડી કચેરીમાં હાજર તમામ અધિકારી/કર્મચારીઓને સલામત સ્થળે ઇવેક્યુએટ કરવામાં આવ્યા હતા તથા સર્ચ અને રેસ્ક્યુ હાથ ધરી ફસાયેલા કર્મચારીઓને રેસ્ક્યુ ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડી પ્રાથમિક સારવાર આપી એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે યોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આગને કઈ રીતે કાબુ લેવા માટે ફાયર એક્ષિગ્યુટર દ્વારા વધુ આગ ન ફેલાય તે માટે કઈ સાવચેતી રાખવમાં આવેલ તથા ફાયર બ્રિગેડને જાણ કરી આગને કાબુમાં લેવામાં આવી હતી. આ રીતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રીલમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, આરોગ્ય વિભાગ તથા જૂનાગઢ મહાનગરપાલિકાનાં ફાયર સેફટી વિભાગના કર્મચારીઓએ સહકાર પૂરો પડ્યો હતો. આ મોકડ્રીલને સફળ બનાવવા કુલસચિવ ડો.પી.એમ.ચૌહાણ, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો.વી.આર.માલમ, ડો.ડી.એસ.થાનકી, ડો.કે.સી.પટેલ, ડો.પી મોહનોત અને તેમની ટીમ તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના કે.એસ.ત્રિવેદી તથા મયુર પરમારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો