તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભવનાથ તળેટીમાં હિટ એન્ડ રન:દામોદર કુંડ પાસે સગીર કાર ચાલકે DySP કચેરીના રીડર PSIને કચડી નાંખ્યા

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જૂનાગઢના દામોદર કુંડથી ખાખ ચોક વચ્ચેના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા
  • ડીવાયએસપી કચેરીના રીડર પીએસઆઇ હિટ એન્ડ રનનો ભોગ બન્યા

જૂનાગઢની ડિવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા રીડર પીએસઆઇનું હીટ એન્ડ રનના બનાવમાં મોત નિપજ્યું છે. બનાવને પગલે પોલીસ અધિકારીઓ સિવીલ હોસ્પિટલે દોડી ગયા હતા. પીએસઆઇને ટક્કર મારનાર કાર ચાલક સગીર વયનો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

દામો કુંડથી ખાખ ચોક વચ્ચે પેટ્રોલિંગમાં હતા
આ અંગેની વિગતો આપતાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેમની જ કચેરીની રીડર બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઇ ડી. કે. શીંગરખિયા (ઉ. 57) આજે મોડી સાંજે દામોદર કુંડથી ખાખ ચોક વચ્ચેની જગ્યામાં ફૂટ પેટ્રોલિંગમાં હતા ત્યારે એક કાર ચાલકે તેમને પાછળથી હડફેટે લઇ બાદમાં કાર ભગાવી મૂકી હતી.

સગીર યુવક ટક્કર મારી ભાગી ગયો
આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા પીએસઆઇ શીંગરખિયાને તાબડતોબ જૂનાગઢ સિવીલ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં પીએસઆઇને ટક્કર મારીને નાસી છૂટનાર કાર ચાલક એક સગીર હોવાનું અને તેની કાર હ્યુન્ડાઇ આઇ-10 હોવાનું પોલીસને પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું. નાસી છૂટેલા સગીર કાર ચાલકને બાદમાં પોલીસે ઝડપી લીધો હતો. તેના પિતા બાંધકામ કોન્ટ્રાક્ટર હોવાનું પણ ખુલ્યું હતું. જાણવા મળ્યા મુજબ, પીએસઆઇ શીંગરખિયા આગામી 4 માસ બાદ વય મર્યાદાને લીધે નિવૃત્ત થનાર હતા.

અન્ય સમાચારો પણ છે...