દુર્ઘટના:દીવરાણામાં ઢોલ વગાડવા ગયેલા આધેડનું હાર્ટ એટેકથી મોત થયું

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંગરોળનાં શીલ પાસેનાં દીવરાણા ગામે લગ્ન પ્રસંગ હોય અને કેશોદનાં ઈન્દીરાનગરમાં રહેતા અરજણભાઈ મેપાભાઈ ચુડાસમા ઢોલ વગાડવા માટે ગયા હતા. એ સમયે જ અચાનક અરજણભાઈની તબીયત લથડી હતી. અને હાજર લોકોએ તાત્કાલીક સારવાર અર્થે ખસેડ્યા હતા. જો કે, અરજણભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. અને હાર્ટએટેકથી મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.

આ બનાવથી અરજણભાઈનાં પરિવારનાં સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને પરિવારજનોમાં પણ ગમગીની પ્રસરી જવા પામી હતી. આ અંગે શીલ પોલીસે વધુ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...