હુમલો:ટીનમસમાં પુલ પરથી વાહન દૂર કરવાનું કહેતાં આધેડ ઉપર પાઇપથી હુમલો કર્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુઓ લઈ વાડીએ થી ગામમાં આવતા'તા ત્યારે બન્યો બનાવ
  • ઢીકાપાટુનો માર મારી ગાળો ભાંડી, 4 શખ્સ વિરૂદ્ધ ફરિયાદ

વંથલી તાલુકાના ટીનમસ ગામે રહેતાં એક આધેડ ભેંસો લઈ ગામમાં આવી રહ્યાં હતાં ત્યારે પુલ પરથી વાહનો દૂર કરવાનું કહેતાં મામલો બીચકયો હતો અને મારમારી સુધી પહોંચી ગયો હતો પાઇપ વડે હુમલો થતાં 4 શખ્સ વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,વંથલી પંથકના ટીનમસ ગામે રહેતાં ઉમરભાઈ ઇબ્રાહિમભાઈ સીડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ઉમરભાઈ પોતાની ભેંસો લઈ વાડીએથી ગામમાં જઈ રહ્યાં હતાં એ સમયે મઘુવંતી નદીના ખારાના પુલ પર વાહનો પડ્યાં હોય જે હટાવવાનું કહેતાં અક્ષય મેરામણભાઈ ચાવડા રહે ટીનમસ, પુંજાએ ઉમરભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ અલ્તાફ કાળા મુસાભાઈ સાંધે પાઇપ વડે માર માર્યો હતો. તેમજ એક અજાણ્યા શખ્સે પણ ઢીકાપાટુનો માર મારી ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વંથલી પોલીસે ચાર શખ્સ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...