તપાસ:કુવામાં પાણી જોવા જતા પડી જતા આધેડનું મોત

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારજનોમાં શોક, પાણીમાં ગરક થઈ ગયા’તા

મુળ રાજસ્થાનનાં વળેટ ગામના એક આઘેડ ચણાકા ગામે એક વાડીના કુવામાં પાણી જોવા માટે ગયા હતા. અને સમતુલન ગુમાવી દેતા અકસ્માતે કુવામાં પડી ગયા હતા. ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ મુ‌ળ રાજસ્થાનના અને હાલ ભેંસાણના ચણાકા ગામે રહેતા રાકેશભાઈ મોહનભાઈ પારઘીએ પોલીસમાં જણાવ્યા અનુસાર મોહનભાઈ દુદાભાઈ પારઘી (ઉ.વ.50) ગાંડુભાઈ મોહનભાઈ સતાસીયાની વાડીના કુવામાં પાણી જોવા માટે ગયા હતા. એ સમયે મોહનભાઈએ અચાનક સંમતુલન ગુમાવતા અકસ્માતે કુવામાં પડ્યા હતા.

જેથી માથાના ભાગે ગંભીર ઈજા પણ પહોંચી હતી. તેમજ પાણીમા ગરકાવ થઈ જતા મોહનભાઈનું મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ભેંસાણ પોલીસે બનાવને લઈ આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...