તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:જૂનાગઢનાં સુખપુર પાટીયા પાસે અકસ્માતમાં આધેડનું મોત થયું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવીલમાં ખસેડાયા

જૂનાગઢ નજીકના સુખપુર પાટીયા પાસે થયેલા અકસ્માતમાં આધેડનું મોત થયું છે જ્યારે 4ને ઇજા થતા સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે તાલુકા પોલીસે જણાવ્યા મુજબ રવિવારે સવારના 10 વાગ્યા આસપાસ વડાલ રોડ પરના સુખપુરના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જીજે 1 બીટી 6982 નંબરની બોલેરો અને જીટી 36 બી 5856 નંબરની ઇકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં માઘુપુર ઘેડના 60 વર્ષિય આઘેડ વિરમભાઇ ગાંગાભાઇ મોકરીયાનું મૃત્યું થયું છે.

જ્યારે પ્રવિણભાઇ ઉર્ફે હરેશભાઇ પરબતભાઇ મોકરીયા, પુતીબેન પરબતભાઇ મોકરીયા, રૂડીબેન વિરમભાઇ મોકરીયા અને રમેશભાઇ ગણેશભાઇને ઇજા થતા સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દરમિયાન આ અકસ્માત અંગે પ્રવિણભાઇ ઉર્ફે હરેશભાઇ પરબતભાઇ મોકરીયાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ એએસઆઇ એસ.એમ. દિવરાણીયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો