તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમીક્ષા:જૂનાગઢમાં આવતીકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજાશે

જૂનાગઢ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢ કલેકટર કચેરીમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન
 • સીએમ પહેલા 2 મંત્રીઓએ રાતોરાત સમિક્ષા બેઠક કરી હતી
 • સિવીલની મુલાકાત લેશે કે તેને બાયપાસ કરશે ? લોકોમાં ઉઠતો સવાલ

ગુજરાતના અન્ય જિલ્લાઓની માફક જૂનાગઢ જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેરે કહેર મચાવ્યો છે ત્યારે જિલ્લામાં કોરોનાની સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા માટે આવતીકાલે જૂનાગઢમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો આવતીકાલે તા.04 મે 2021ના રોજ સવારે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપે વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવાનું નક્કી કરાયું છે, જેના ભાગરૂપે અગાઉ મોરબી, રાજકોટ,પાટણ, જામનગર,કરછ અને દાહોદ જિલ્લામાં બેઠક પૂર્ણ કરી વહીવટી તંત્રને જરૂરી સૂચનો કરાયા હતા.

રાજ્યના મુખ્યમંત્રી બુધવારે જૂનાગઢની મુલાકાતે આવશે. તેઓ અધિકારીઓ સાથે કોરોના અંગે સમિક્ષા બેઠક કરી કોરોનાની સ્થિતી અંગે વાકેફ થશે અને જરૂરી સૂચના આપશે. કોરોના પ્રભાવિત રાજ્યના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતી અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કોર ગૃપ વિવિધ શહેરોની મુલાકાત લઇ રહ્યું છે.

આવી મુલાકાત દરમિયાન સ્થળ પર જ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવા સાથે નિર્ણયો લેવામાં આવે છે. દરમિયાન અગાઉ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોર ગૃપ સાથે મોરબી, રાજકોટ, પાટણ, જામનગર, કચ્છ અને દાહોદ જિલ્લાની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે હવે 4 મે બુધવારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સવારે 11 વાગ્યે કલેકટર ઓફિસે ઉચ્ચસ્તરીય બેઠક યોજશે અને જિલ્લાની કોરોનાની સ્થિતીનો તાગ મેળવી સ્થાનિક વહિવટી તંત્રને જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ પણ આપશે.

દરમિયાન જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, કોરોનાની સેકન્ડ વેવ આવી ત્યારથી અત્યાર સુધીમાં એકપણ મંત્રીએ સિવીલ હોસ્પિટલની મુલાકાત લીધી નથી. જ્યારે સીએમ આવવાના હતા ત્યારે તેમના 2 દિવસ અગાઉ એક જ દિવસમાં 2 બેઠક કરી હતી. એટલું જ નહિ સિવીલમાં નવા ડોકટરોની ભરતી કરાશે, વેઇટીંગમાં પણ દર્દીને સારવાર મળશે તેવા આશ્વાસન અપાયા જેથી સીએમને સારૂ લગાડી શકાય. વળી રાતોરાત વેઇટીંગમાં ગાદલા, ખાટલા પણ આવી ગયા! આ બધું દર્દીની સેવા માટે નહિ સીએમને સારૂ લગાડવા માટેના પ્રયાસો છે.

સિવીલમાં દાખલ થયા બાદ દર્દીના સગાને તેના પરિવારજનો સિધા સ્મશાને જ પહોંચશે તેવી દહેશત રહેતી હતી. ઇલેકટ્રીક બલ્બ ઉડે તેમ દર્દીના શ્વાસ ઉડી જાય છે. સિવીલમાં 300નું વેઇટીંગ રહેતું હતું અને સીએમ આવવાના છે ત્યારે માત્ર 75 વેઇટીંગ હોવાના રાગ આલાપાય છે.

વળી બે મંત્રીઓએ બંધ બારણે માત્ર બેઠક કરી લીધી પરંતુ સિવીલમાં દાખલ દર્દીની હાલાકી જાણવાની તસ્દી પણ ન લીધી?! તેમ અમારી જાણ મુજબ સીએમ પણ માત્ર કલેકટર કચેરીએ 11 વાગ્યે મિટીંગ કરશે અને બાદમાં સર્કીટ હાઉસ ખાતે ભોજન લઇ રવાના થઇ જશે. ત્યારે ખરેખર તો સિવીલની સરપ્રાઇઝ મુલાકાત લઇ સીધા દર્દીને મળી તેમને કેવી સારવાર મળે છે તેની જાત માહિતી મેળવવી જોઇએ પરંતુ આવું થતું નથી. કારણ કે કેવી સારવાર મળે છે તે તો સીએમ પણ જાણતા જ હશે ને?

જૂનાગઢમાં 18 વર્ષથી ઉપરનાને રસી કયારે ?
1 મેથી 18 વર્ષથી ઉપરના વ્યક્તિને કોરોના રસી આપવાની મોટા ઉપાડે જાહેરાત કરાઇ હતી, પરંતુ તેમાં જૂનાગઢ જિલ્લાને શા માટે બાદ કરાયો હશે? હવે ક્યારે રસીકરણ કરાશે? વળી સિવીલમાં હજુ પણ દાખલ દર્દીને પુરતો ઓક્સિજન મળતો નથી અને દર્દીના સગા વ્હાલાને સગવડ કરવી પડે છે. ત્યારે જૂનાગઢ આવતા સીએમ આ બાબતે પણ યોગ્ય કરે તેવી આમ આદમી પાર્ટીના અતુલભાઇ શેખડાએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો