તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીક્ષા:ગીર સોમનાથમાં વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં થઈ રહેલી સર્વે અને સહાયની કામગીરીની સમીક્ષા માટે બેઠક યોજાઈ

વેરાવળ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રભારીમંત્રી જયેશ રાદડીયાએ યોજેલ સમીક્ષા બેઠક - Divya Bhaskar
પ્રભારીમંત્રી જયેશ રાદડીયાએ યોજેલ સમીક્ષા બેઠક
  • પ્રભારી મંત્રી જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ

ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાથી થયેલી નુકસાની અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય તંત્ર દ્વારા ચુકવાઇ રહી છે. જે અંગેની તમામ કામગીરીની સમીક્ષા જિલ્લાના પ્રભારમંત્રી જયેશભાઇ રાદડીયાએ કરી હતી. જીલ્‍લા કલેકટર કચેરી ખાતે મળેલ બેઠકમાં કલેકટર અજય પ્રકાશે વાવાઝોડાથી ખાસ કરીને વધારે અસરગ્રસ્ત થયેલા ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલ લાભાર્થીઓને ચુકવાઇ રહેલી વિવિધ સહાયની રકમ, પુર્ણ થયેલા સર્વે તેમજ વિજપુરવઠો પુર્વવત કરવા ચાલતી કામગીરી અને જ્યા વિજળી નથી ત્યા વૈકલ્પિક વ્યવસ્થાથી થતી પાણી વિતરણ સહિતની તમામ કામગીરીની માહિતી આપી હતી.

બેઠકમાં મંત્રી જયેશ રાદડીયા અને સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવેલ કે, જે વિસ્‍તારોમાં સર્વે પુર્ણ થઇ ગયા છે ત્યા એકંદરે તાલુકાવાઇઝ કોઇ પરીવાર કે જે અસરગ્રસ્ત થયો હોય તેનો સર્વે બાકી રહી જાતો નથી તે અંગે ફરી સમીક્ષા (તપાસ) કરી લેવા, સર્વેમાં બાકી રહી ગયેલાની જાણ થાય તો સર્વે કરીને નિયમોનુસાર લાભ આપવો, વાડીમાં રહેતા જે તે ગામના લોકોનો સર્વે પણ કરવો, લાભાર્થી વ્યક્તિના રહેણાંકમાં અને વાડીમાં બંન્ને સ્થળે મકાન હોય તો કોઇપણ એક અસરગ્રસ્ત નુકશાન વાળા સ્થળે લાભ આપવા પાત્ર થાય છે. તે અંગે કોઇ પરીવાર બાકી હોય તો તેનો પણ સર્વે કરાવી લેવા, સરકારના સંવેદનશીલ અભિગમ અંતર્ગત જેને નુકસાન થયું છે અને નિયમ મુજબ લાભ આપવા પાત્રતા ધરાવતા દરેક અસરગ્રસ્‍તને લાભ મળે તેવી સુચના આપી હતી.

આ બેઠકમાં પૂર્વઘારાસભ્‍ય રાજશીભાઇ જોટવા, માનસીંગભાઇ પરમાર, જેઠાભાઇ સોલંકી, ઝવેરીભાઇ ઠકરાર, ડીડીઅો રવીન્દ્ર ખટાલે, અધિક કલેકટર એસ.જે.ખાચર, પીજીવીસીએલના જાડેજા, જેટકોના સુરતી સહિત તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...