બેઠક:સોમવારે યોજાશે જન્માષ્ટમીની ઉજવણીના આયોજનની બેઠક

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાનાર શોભાયાત્રા સહિતના કાર્યક્રમોની ચર્ચા થશે

જૂનાગઢ શહેરમાં દર રામનવમી અને જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા યોજાય છે. આ વખતે રામનવમીની ભવ્ય ઉજવણી બાદ હવે આગામી જન્માષ્ટમીની પણ ભવ્ય રીતે ઉજવણી કરવા માટે હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એક બેઠક યોજાનાર છે. જેમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ ભગવાન શ્રીકૃષ્ણનો 5249 મો પ્રાગટ્ય મહોત્સવ નજીક આવી રહ્યો છે. ત્યારે આ પર્વ જૂનાગઢ માટે મહોત્સવ બની રહે એ માટે તા. 8 ઓગષ્ટને સોમવારે રાત્રે 9:00 વાગ્યે ગીરનાર રોડ પર આવેલા મયારામદાસજી આશ્રમ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ સનાતનીઓને નિમંત્રણ પાઠવાયું છે. આ શોભાયાત્રા તેમજ મહોત્સવને સારી રીતે ઉજવવા માટે આપણા વિચારોનું આદાન-પ્રદાન કરવા માટે બેઠક મહત્વની હોવાનું હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...