તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ગુરૂવારે જૂનાગઢ મનપામાં સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળશે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ 38 મુદ્દા અંગે ચર્ચા કરી નિર્ણય કરાશે

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગુરૂવાર 17 જૂનના બપોરના 12 કલાકે મનપાના પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલમાં મળશે. આ બેઠકમાં વિવિધ 38 મુદ્દા અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવામાં આવશે. ખાસ કરીને સ્મશાન ગૃહમાં લાકડા ખરીદવા અંગેના 5,00,0000ના ભાવો મંજૂર કરવા, મંડપ સર્વિસ માટેના ભાવો મંજૂર કરવા, સેનીટેશન શાખા માટેના સાધનો,જંતુનાશક દવાના ભાવો મંજૂર કરવા, તળાવ દરવાજા પાસે થયેલ ગટરના 80,00,000ના કામમાંથી બચત થયેલ 16,59,014નું નવું કામ કરવા, સોનાપુરી ખાતે અગ્નિદાહ માટે ઓપન ચુલા ફિટ કરાયા છે

તેના પર શેડ બનાવવા 13,83,830ની રકમને મંજૂર કરવા તેમજ અન્ય કામો અંગેની ચર્ચા કરી નિર્ણય કરવામાં આવશે. આ સાથે શહેરમાં રસ્તા, ગટર, ડિવાઇડર સહિતના કામોના ભાવ મંજૂર કરવા અંગે પણ ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...