ધરપકડ:મોટર સાઇકલ પર દારૂની હેરાફેરી કરનાર શખ્સ ઝડપાયો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દારૂ, મોટર સાઇકલ મળી 66,000નો મુદ્દામાલ કબ્જે કર્યો

મોટર સાઇકલ પર દારૂની હેરાફેરી કરનાર શખ્સને એ ડિવીઝન પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વિધાનસભાની ચૂંટણીને લઇ દારૂની બદીને નાબુદ કરવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટની સૂચના બાદ ડિવાયએસપી હિતેષ ધાધલ્યાના માર્ગદર્શનમાં એ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન બાતમી મળી કે, દાતાર રોડ વિસ્તારમાં રહેતો મોયુદીન ઉર્ફે ટીલીયો અદ્રેમાનભાઇ બ્લોચ મોટર સાઇકલ પર બ્લોચવાડાથી દારૂ લઇ દાતાર રોડ પર આવી રહ્યો છે. બાદમાં એ ડિવીઝન પીઆઇ એ.એમ. વાઢેરની સૂચનાથી ઇન્ચાર્જ પીઆઇ એન.એ.શાહના માર્ગદર્શનમાં સ્ટાફે દરોડો પાડી શખ્સને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી ઇંગ્લીશ દારૂના 310 પાઉચ કિંમત રૂપિયા 31,000ના મળી આવ્યા હતા.

પોલીસે દારૂ તેમજ જીજે 11 એલએ 4115 નંબરનું બાઇક કિંમત 35,000 મળી કુલ 66,000નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસમાં આ દારૂ મેમણવાડાના મુસ્તફા ઉર્ફે શેઠ અમીનભાઇ મારફાણી પાસેથી વેંચાણ માટે લાવેલ હોવાનું કબુલતા મુસ્તફાને પણ ઝડપી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...